શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી: , ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (20:58 IST)

બદલાઈ ગયું Zomato નું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે

ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ અને કરિયાણાની વસ્તુઓ પહોંચાડતી કંપની ઝોમેટોએ તેનું નામ બદલીને ઈટરનલ રાખ્યું છે. કંપનીના ડિરેક્ટર બોર્ડે ગુરુવારે તેને મંજૂરી આપી. શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, આ માટે કંપનીના શેરધારકો, કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને અન્ય વૈધાનિક અધિકારીઓની મંજૂરી લેવી પડશે. જોકે, કંપનીના ફૂડ ડિલિવરી વ્યવસાયનું બ્રાન્ડ નામ અને એપનું નામ 'ઝોમેટો' જ રહેશે.
 
સીઈઓ દીપિન્દર ગોયલનું નિવેદન
 
શેરધારકોને લખેલા પત્રમાં, ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે જણાવ્યું હતું કે, “અમારા બોર્ડે આજે આ ફેરફારને મંજૂરી આપી છે અને હું અમારા શેરધારકોને પણ આ ફેરફારને સમર્થન આપવા વિનંતી કરું છું. જો મંજૂરી મળશે, તો અમારી કોર્પોરેટ વેબસાઇટનું સરનામું 'zomato.com' થી 'eternal.com' માં બદલાઈ જશે. તેમણે કહ્યું કે Eternal માં હાલમાં ચાર મુખ્ય વ્યવસાયો - Zomato, Blinkit, District અને Hyperpure નો સમાવેશ થશે.
 
કંપનીનું નામ બદલીને Eternal કરી દઈશુ 
તેમણે કહ્યું “જ્યારે અમે બ્લિંકિટનું અધિગ્રહણ કર્યું, ત્યારે અમે કંપની અને બ્રાન્ડ/એપ વચ્ચે તફાવત કરવા માટે ઝોમેટોને બદલે ઇટરનલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. "અમે એવું પણ વિચાર્યું હતું કે જે દિવસે ઝોમેટો સિવાય બીજું કંઈક આપણા ભવિષ્યનો મહત્વપૂર્ણ ચાલક બનશે, ત્યારે અમે જાહેરમાં કંપનીનું નામ બદલીને એટરનલ રાખીશું. આજે, બ્લિંકિટ સાથે, મને લાગે છે કે અમે ત્યાં પહોંચી ગયા છીએ," ગોયલે કહ્યું. અમે કંપનીનું નામ (બ્રાન્ડ/એપ નહીં) ઝોમેટો લિમિટેડથી બદલીને ઇટરનલ લિમિટેડ કરવા માંગીએ છીએ.