Last Modified: વોશિંગ્ટન , શનિવાર, 25 એપ્રિલ 2009 (12:35 IST)
અમેરિકામાં વધુ ત્રણ બેંકો બંધ
આર્થિક મંદીનો વિકરાળ પંજો અમેરિકાના અર્થ તંત્ર ઉપર ભારે છવાયો છે. આજે વધુ ત્રણ બેંકો બંધ થતાં આ વર્ષમાં બંધ થયેલી બેંકોનો આંકડો 28 થયો છે.
વિશ્વમાં છવાયેલા આર્થિક મંદીને પગેલ અમેરિકાને વધુ ફટકો પડ્યો છે. જ્યોર્જિયાની અમેરિકન સાઉથર્ન બેંક, મિસીગન હેરિટેજ બેંક તથા કેલિફોર્નિયાની ફર્સ્ટ બેંક ઓફ બેવર્લીહિલ્સ નબળી પડતાં તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આને પગલે આ વર્ષે બંધ થયેલી બેંકોની સંખ્યા વધીને 28 થવા પહોંચી છે.