1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ન્યૂયોર્ક , રવિવાર, 19 એપ્રિલ 2009 (11:02 IST)

અમેરિકામાં વધુ બે બેંકો બંધ

અમેરિકામાં મંદીમાં એક પછી એક બકોનું પતન થયઇ રહ્યું છે ત્યારે આજે વધુ બે બેંકોએ રેગ્યુલેટરે બંધ કરી દેતા આ વર્ષે બંધ થયેલી બકોની સંખ્યા વધીને 25 થઈ ગઇ છે.

વર્ષ 2008ની સરખામણીમાં 2009માં આંકડો પહેલાથી જ વધી ગયો છે. વર્ષ 2008માં દેશની બે સૌથી મોટી બચત અને લોન બેંકો ફલોપ થઈ ગઇ હતી જેમાં વોશિંગ્ટન મ્યુચ્યુઅલ અને ઈન્ડિમેક બેંકનો સમાવેશ થાય છે. ગયા વર્ષે જે બેંકો બંધ થઈ હતી તે કુલ બેંકોની સંખ્યા અગાઉના પાંચ વર્ષમાં બંધ થયેલી બેંકોની સંખ્યા કરતા વધારે હતી.

વર્ષ 2007માં માત્ર ત્રણ બેંકો બંધ થઈ હતી. છેલ્લે જે બે બેંકો બંધ થઈ છે તેમાં અમેરિકન સ્ટર્લિંગ બેંક અને ગ્રેટ બેસિન બેંક ઓફ નેવાડાનો સમાવેશ થાય છે.