Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 28 ઑગસ્ટ 2009 (12:53 IST)
આગામી નાણાકિય વર્ષે 8% વૃદ્ધિ દર
નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, ઓછા વરસાદના કારણે કૃષિ ઉત્પાદનમાં 15-20 ટકા ઘટાડો થવાની આશંકા છે પરંતુ જો સ્થિતિ વધુ ન બગડી તો આગામી નાણાકિય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર આઠ ટકાથી વધુ રહી શકે છે.
મુખર્જીએ એ પણ જણાવ્યું કે, ઓછા વરસાદ છતાં પણ ચાલૂ નાણાકિય વર્ષમાં વૃદ્ધિ દર છ ટકાથી વધુ રહેવાનું અનુમાન છે. ઉદ્યોગ મંડળ ફિક્કીના એક સમ્મેલનમાં નાણા મંત્રીએ કહ્યું કે, વાવેતરને જોતા કોઈ પણ એ અંદાજો લગાવી શકે છે કે, ખરીફ પાકમાં ઉત્પાદન ઘટવાથી કૃષિ ઉપજ 15-20 ટકા ઓછી થઈ શકે છે.
તેમણે કહ્યું કે, પરંતુ ખરીફ ઉત્પાદન પર દુષ્કાળની કેટલી અસર પડી છે એ તો પાકની લણણી શરૂ થયાં બાદ જ જાણી શકાશે. દેશમાં દુષ્કાળની સ્થિતિઓન સ્વીકાર કરતા તેમણે કહ્યું કે, અત્યાર સુધી 10 રાજ્યોના 252 જિલ્લાઓ દુષ્કાળ પ્રભાવિત જાહેર કરવામાં આવી ચૂક્યાં છે.
એ પુછવા પર કે, શું આગામી વર્ષે અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ દર 8 ટકાથી વધારે રહેશે ? નાણામંત્રીએ જણાવ્યું કે, જો સ્થિતિ વધુ ન બગડી જેના પર અમારું નિયંત્રણ નથી તો તેની ( 8 ટકા વૃદ્ધિ દર) સંભાવના છે.