1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

જીએમ કરશે 23 હજાર નોકરીઓની કપાત

નાદારીથી બચવા માટે સંઘર્ષ કરી રહેલ જનરલ મોટર્સ અમેરિકામાં 23 હજાર નોકરીઓની કપાત કરશે. આ કાર નિર્માતા કંપની ડીલરશિપની સંખ્યામાં લગભગ 3000 સુધીની કમી કરશે અને આ 2010 સુધી પોનટિયાક બ્રાંડને બજારમાંથી હટાવી લેશે.

પોતાની યોજનાનો ખુલાસો કરતા જીએમે કહ્યુ કે આ પ્રકારના વિવિધ પગલાંઓ દ્વારા પોતાના ઋણમાં 20 અરબ ડોલરની ઉણપની આશા કરી રહ્યા છે. આ સિવાય કંપનીની સેલેરી અને કાર્યકારી સ્તર પર રોજગારમાં કપાતની પણ યોજના છે.

કંપનીએ કહ્યુ કે વર્ષ 2008માં રોજગારની 61,000ની સંખ્યાને ઘટાડીને 2011માં 38,000ના સ્તર પર લાવવાનુ અનુમાન છે.