1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

જેટે કર્મચારીઓનો પગાર ઘટાડ્યો

વૈશ્વિક મંદી અને નાણાકીય નુકસાનનો બોજ વધતા ખાનગી ક્ષેત્રની જેટ એરવેઝે પોતાના સીનિયર સ્ટાફનાં પગારમાં ૨૫ ટકાનો કાપ મૂકશે. આ કાપ મહિને ૭હજારથી વધુનો પગાર મેળવતા કર્મચારીઓને લાગુ પડશે.

સુત્રોનાં જણાવ્યા મુજબ ભારે નાણાકીય નુકસાનને કારણે એરલાઇન્સે આ નિર્ણય લીધો છે,જે હાલ પૂરતો હંગામી હશે. પરિસ્થિતિ સુધરતા તે પૂર્વવત્ થશે. પગારમાં કાપ ૫ થી ૨૫ ટકાનો રહેશે. જેમાં કારની સવલત અને કાર મેઇન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે જુનિયર કર્મચારીઓનાં પગારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.