મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 ઑક્ટોબર 2016 (13:40 IST)

જ્યારે શરદ પૂનમની રાત્રે લોથલનો વિનાશ થયો

3190 વર્ષ પહેલા શરદ પૂનમની રાત્રિએ સૌરાષ્ટ્રના  લોથલનો વિનાશ થઇ જતા આ વેપાર ક્ષેત્રે અગત્યનું શહેર ઇતિહાસ બની ગયું હતુ અને સૌરાષ્ટ્રના સાગર તટે સંસ્કૃતિ પાંગરેલી તેનો અણધાર્યો અસ્ત થયો હતો. ભારતના અગ્રણી પુરાતત્વ શાસ્ત્રી એસ.આર. રાવના સંશોધન પ્રમાણે લોથલનો વિનાશ ઇ.સ.પૂર્વે 1200થી 1300 વર્ષ દરમિયાન થયો હતો.  સંવત 32 એટલે કે ઇ.સ.પૂર્વે 1179માં શરદ પૂનમની રાત્રે ભયાનક ધરતી કંપ આવેલો અને તેના કારણે ઉદભવેલા વિષમ વાતાવરણના કારણે ધોધમાર વરસાદ અને સમુદ્ર જળના અતિક્રમણના કારણે બંદરીય નગર લોથલ એટલે કે વલ્ભીઘરનો જળઘાતે સંપૂર્ણ વિનાશ થયો હતો. ત્યારથી લોથલ ક્ષેત્રના લોકો શરદ પૂનમની રાત્રિએ પાનના પડીયામાં દીવડાઓ પ્રગટાવી એ દીપકોને પાણીમાં મુકી લોથલના સ્વર્ગસ્થોને અંજલિ આપે છે.  સૌરાષ્ટ્રમાં આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલા સાગર તટે એક અગ્ર અને આધુનિક સભ્યતા ગણી શકાય તેવા બંદરિય નગર લોથલ (મૂળ નામ વલ્ભીઘર) વહાણવટા અને વેપારથી ધમધમતું હતુ. તેનો વેપાર ઇરાન, ઇરાક, અરબ વિ.થી માંડીને આફ્રિકાના અનેક દેશો સાથે હતો. તેની જાહોજલાલી અને ત્યાંના વેપારીઓ કેટલા સમૃદ્ધ હશે તેની જાણકારી લોથલના ખોદકામ દરમિયાન મળેલા પાકી ઇંટોથી બાંધેલી ગટરો, આધુનિક નગર અને બંદરની રચના તથા સુવર્ણના ઘરેણા અને અસંખ્ય સમૃદ્ધ અવશેષો પરથી મળે છે