1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , બુધવાર, 26 ઑગસ્ટ 2009 (17:13 IST)

નૈનોનું કારખાનું જાન્યુઆરી સુધીમાં તૈયાર

સાણંદ કારખાનાનો આગામી વર્ષે પ્રારંભ

ટાટા મોટર્સે આજે કહ્યું છે કે, ગુજરાતમાં તેનું નૈનો વિનિર્માણ કારખાનું આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં બની જશે.

કંપનીના અધ્યક્ષ રતન ટાટાએ વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે, સાણંદ કારખાનું આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે.

આ કારખાનામાં શરૂઆતમાં પીળી અને સિલ્વર રંગની કારો વધું બનાવવામાં આવશે કારણ કે, બજારમાં તેની વધારે માંગ છે. દુનિયાની સૌથી સસ્તી કાર બતાવામાં આવી રહેલી નૈનો કાર હાલ પંતનગરમાં બની રહી છે.