ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 10 ઑગસ્ટ 2009 (15:00 IST)

પાંચ બીમારી પર 350 ક્લિનિકલ ટ્રાયલ્સ

દેશમાં વર્ષ 2015 સુધી માનસિક વિકારોં, ડાયાબિટીઝ, હ્રદય રોગની બીમારીઓ, ફેફસાના રોગ, શ્વાસ અને કેંસરના દરદીઓની સંખ્યામાં 50 ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. હાલ આ પાંચ બીમારીઓ પર 350 વિભિન્ન ક્ર્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવી રહ્યાં છે.

એક સર્વેક્ષણ અનુસાર દેશમાં સાડા છ કરોડ લોકો માનસિક બીમારી, ચાર કરોડ લોકો ડાયાબિટીઝ, ત્રણ કરોડ લોકો હ્રદય રોગની બીમારી, 4.1 કરોડ લોકો ફેફસા અને શ્વાસ તથા આઠ લાખ કૈંસરથી પીડિત છે.

ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ (ફિક્કી) તથા અર્નસ્ટ એંડ યંગ દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત સર્વેક્ષણમાં જણાવામાં આવ્યું છે કે, ભારતીય દવાઓના બજારનો વિકાસ જોરો પર છે અને વિદેશી કંપનીઓ વિભિન્ન બિમારીઓના ક્લિનિકલ્સ ટ્રાયલ્સ માટે અહીં આવવાનું પસંદ કરે છે.

વિશ્વમાં વિભિન્ન બીમારીઓ માટે એટલે કે, ચિકિત્સકીય પરીક્ષણોમાં બીજા ચરણમાં સહભાગિત 3.2 ટકા તથા ત્રીજા ચરણ માટે સાત ટકા રહી. છેલ્લા 15 માસમાં ઉદ્યોગ જગત દ્વારા પ્રાયોજિત બીજા તથા ત્રીજા ચરણમાં દેશમાં 116 ટકાની વૃદ્ધિ થઈ છે અને એવા પરિક્ષણોમાં શામેલ 60 દેશોની યાદીમાં ભારતનું સ્થાન 18 થી 12 મું થઈ ગયું.