1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 24 ઑગસ્ટ 2009 (18:29 IST)

પાન કાર્ડની અસર ના જણાઇ - આઇટી

તમામ હાઇવેલ્યુ ટ્રાન્ઝિકશન માટે પર્સનલ એકાઊન્ટ નંબર (પાન)ના ઊપયોગને ફરજિયાત બનાવવામાં આવ્યો હોવા છતાં તેની અસરકારક ચમક હજુ સુધી દેખાઇ રહી નથી. કાળા નાણાંને સપાટી ઊપર લાવવાના એક સારા હેતુસર પાનને ગણવામાં આવે છે પરંતુ આઇટી વિભાગને હવે જાણવા મળ્યું છે કે આનાથી કોઇ વધારે અસર થઇ નથી.

સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા એન્યુઅલ ઇન્ફરમેશન રિટર્ન (એઆઇઆર) મુજબ વર્ષ 2007-08માં 55.7 લાખ કરોડથી વધુના હાઇવેલ્યુ ટ્રાન્ઝિકશન થયા છે. અગાઊના વર્ષમાં હાઇવેલ્યુ ટ્રાન્ઝિકશન 27 લાખ કરોડ હતા. જેની સરખામણીમાં આ ટ્રાન્ઝિકશન બે ગણા છે પરંતુ આશરે 30 ટકા અથવા તો એક અંદાજ મુજબ 3.3 મિલિયન ટ્રાન્ઝિકશન પૈકીના આશરે એક મિલિયન ટ્રાન્ઝિકશન પાનનો ઊલ્લેખ વગર થયા છે.

વિભાગને હાઇવેલ્યુ ટ્રાન્ઝિકશન પૈકી ઘણામાં શંકા દેખાઇ રહી છે. જાહેર કરવામાં આવેલી 30 લાખ અથવો તો તેનાથી વધુની કિંમતના પ્રોપર્ટી વેચાણમાં પાનનો ઊપયોગ ઘટ્યો હોવાની સપાટી પર આવી છે. ચાર સેલરો પૈકીના એક સેલરે પાન રજૂ કર્યા છે.

આવી જ રીતે બચત બેંક ખાતાઓમાં 10 લાખ અથવા તો તેનાથી વધુની રોકડ ડિપોઝીટ ધરાવનાર લગભગ બે તૃતિયાંશ લોકોએ બેંકને પાન કાર્ડ આપ્યા નથી. બીજી બાજુ બે લાખ અથવા તો તેનાથી વધુના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝિકશન પૈકી અડધા ટ્રાન્ઝિકશનમાં પાનનો ઊપયોગ કરાયો નથી.