Last Modified: નવી દિલ્લી , સોમવાર, 27 એપ્રિલ 2009 (10:59 IST)
ભારતની ક્રેડિટ રેટિંગ ઘટી શકે છે
આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજંસી મૂડીએ ભારતને ઝડપથી ખરાબ થઈ રહેલી રાજકોષીય સ્થિતિ પર ચિંતા પ્રગટ કરતા કહ્યુ છે કે આવી પરિસ્થિતિમાં ઋણ માટે દેશના ક્રેડિટ સ્તરને વધુ આંચકો લાગી શકે છે.
મૂડીના વરિષ્ઠ વિશ્લેષક અનિંદ મિત્રાએ કહ્યુ કે નાણાકીય ઉત્તરદાયિત્વ અને બનેટ પ્રબંધ (એફઆરબીએમ) અધિનિયમમાં જાહેર ઈરાદા અને વાસ્તવિક નાણાકીય સ્થિતિની વચ્ચે ભારે અંતરને કારણે ભારતના રોકાણ ચક્ર આર્થિક વૃધ્ધિની શક્યતાઓ અને ઋણ માટે સરકારની ખાસ સ્તરને અને ઝટકો લાગી શકે છે
મૂડીએ ફેબ્રુઆરીમા કહ્યુ હતુ કે તેઓ લોકસભા ચૂંટણી પછી નવી સરકારની રાજકોષીય નીતિને જોઈને ભારતની ક્રેડિટ રેટિંગની સમીક્ષા કરશે.