1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 27 એપ્રિલ 2009 (16:36 IST)

ભારતનું મોબાઈલ બજાર ચીન કરતાં વિશાળ

મોબાઈલ હેન્ડસેટ બનાવતી દ.કોરિયાની કંપની એલજી મોબાઈલને આશા છે કે આવનારા સમયમાં મોબાઈલ હેન્ડસેટ બજારમાં ચીનને ભારત પાછળ ધકેલી દેશે.

કંપનીનાં સીઈઓ મૂન બી શિનનાં જણાવ્યા મુજબ અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદીને કારણે કંપનીને ભારત પાસેથી વેપારની ખૂબ મોટી આશા છે.

તેમણે જણાવ્યું હતું કે તેમની કંપની ભારતનાં હેન્ડસેટ બજારનો 10 ટકા હિસ્સેદારી લેવા માંગે છે. તેના માટે આવનારા સમયમાં નવા મોબાઈલનાં હેન્ડસેટ બજારમાં મુકે તેવી સંભાવના છે.