મંદીને લીધે મિત્તલને ભારે નુકશાન
લંડન. અપ્રવાસી ભારતીય ઉદ્યમી લક્ષ્મી મિત્તલને હાલની વૈશ્વિક મંદીને લીધે એક જ વર્ષમાં 23.5 અબર પાઉંડનું નુકશાન થયું છે. સંડે ટાઈમ્સ રિચ લિસ્ટના અહેવાલથી ડેલી ટેલિગ્રાફે કહ્યું છે કે મિત્તલની સંપત્તિ એક જ વર્ષમાં 33 અરબ પાઉંડથી ઘટીને 9.5 અરબ પાઉંડ રહી ગઈ છે. આ લીસ્ટ આવતી કાલે પ્રકાશિત થશે. આના અહેવાલથી કહેવામાં આવ્યું છે કે બ્રિટનના સૌથી ધનિક 1000 મહાનુભવોની સંપત્તિ પાછલાં વર્ષમાં મંદીને લીધે અડધી થઈ ગઈ છે. તેમની કુલ સંપત્તિ 2008માં 412 અરબ પાઉંડ હતી જે અત્યારે લગભગ 200 અરબ પાઉંડ રહી છે.