1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2009 (17:11 IST)

મિત્તલના એકમો ઉત્પાદન કરવા અસમર્થ

દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિત્તલના ઓરિસ્સા અને ઝારખંડમાં પ્રસ્તાવિત સ્ટીલ એકમોમાં 2014 થી પ્રથમ સ્ટીલ ઉત્પાદન શરૂ થવાની સંભાવના નથી.

આર્સેલર મિત્તલ ઈંડિયા લિમિટેડના મુખ્ય કાર્યાધિકારી વિજય ભટનાગરે બુધવારે પત્રકારોને જણાવ્યું કે, હાલ કંપની બન્ને જ રાજ્યોમાં વિભિન્ન પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં લાગી છે. ઓરિસ્સા અને ઝારખંડ બન્ને જ રાજ્યોમાં કંપનીની 1.20 કરોડ ટન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાની એક-એક એકમ લગાડવાની યોજના છે.