1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: લંડન , રવિવાર, 26 એપ્રિલ 2009 (16:57 IST)

મિત્તલની સંપત્તિમાં ઘટાડો

સૌથી અમીર ભારતીયનાં ખિતાબ જેની પાસે તે સ્ટીલ કીંગ લક્ષ્મી રતન મિત્તલની સંપત્તિ પર મંદીનો માર પડ્યો છે. તેની સંપત્તિ ઘટીને 16.9 બિલીયન ડોલર થઈ ગઈ છે.

ભારતમાં જન્મેલા લક્ષ્મી મિત્તલ હાલમાં લંડનમાં રહે છે. તેમણે આર્સેલર સ્ટીલને ટેકઓવર કરી ત્યારથી વિશ્વમાં ખ્યાતનામ થઈ ગયા હતા. તે વિશ્વનાં 21 નંબરનાં સૌથી પૈસાદાર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 19.3 બિલીયન યુએસ ડોલર છે. પણ મંદીને કારણે તેમની સંપત્તિમાં ઘટાડો થઈને તે 16.9 બિલીયન ડોલર થઈ ગઈ છે.

અત્યારે વિશ્વનાં સૌથી પૈસાદાર વ્યક્તિમાં વોલમાર્ટ કંપનીનાં માલિક વોલટન પરિવાર 52.3 બિલીયન ડોલર સાથે ટોચ પર છે. જો કે મિત્તલની સંપત્તિમાં ઘટાડો થયો હોવા છતાં તે બ્રિટનનાં સૌથી સંપત્તિવાન વ્યક્તિ છે.