1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: મુંબઈ , શનિવાર, 25 એપ્રિલ 2009 (17:05 IST)

મુકેશ ગેસ અનિલને વેચશે

મુકેશ અંબાણી સંચાલિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ઇસ્ટર્ન ઓફશોર કેજી-ડી 6નો નેચરલ ગેસ આંધ્રપ્રદેશમાં આવેલ અનિલ અંબાણી જૂથના પાવર પ્લાન્ટને માન્ય સરકારી ભાવે વેચશે.

એડીએજી આ મુદ્દે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કોર્ટમાં લઇ ગયું હતું. જેમાં ઘીરુભાઇ અંબાણી એમ્પાયરમાંથી છૂટા પડતી વખતે બંને ભાઇઓ વચ્ચે ખાનગી સમજૂતીમાં નક્કી થયેલા ભાવે કેજી-ડી 6 ક્ષેત્રનો નેચરલ ગેસ ખરીદવાની વાત હતી. પાવર મિનિસ્ટ્રીએ રિલાયન્સ એનર્જીના આંધ્ર પ્રદેશમાં આવેલ પ્લાન્ટને કેજી-ડી 6 ક્ષેત્રનો નેચરલ ગેસ મળવાપાત્ર ગણાવી હતી.

૨૨૦ મેગાવોટ પાવર પ્લાન્ટને કેજી-ડી 6 માંથી ૦.૧૯ મિલિયન ક્યુબીક મીટર ગેસ દૈનિક ફાળવવામાં આવ્યો છે. જે ૪.૨૦ ડોલર મિલિયન દીઠના ભાવે, ઉપરાંત ટેક્ષ અને ટ્રાન્સપોર્ટેશન સાથે આપવા સરકારે મંજૂર કરેલ છે. જો કે અનિલ અંબાણી જૂથ ૨.૩૪ ડોલરનો ભાવ ઇચ્છે છે. આ પ્લાન્ટને આગામી માસથી ગેસ મળે તેવી શક્યતા છે.