Last Modified: નવી દિલ્લી , મંગળવાર, 28 એપ્રિલ 2009 (10:53 IST)
રિલાયંસે કાચા તેલનુ ઉત્પાદન પુન: શરૂ કર્યુ
રિલાયંસ ઈંડસ્ટ્રીઝે કૃષ્ણા ગોદાવરી-કીજી ડી 6-બ્લોકથી કાચા તેલનુ ઉત્પાદન પુન: શરૂ કર્યુ છે. કંપનીએ નવા કૂવાઓને જોડવા માટે એક મહિના કરતા વધુના સમય સુધી બ્લાકથી તેલ ઉત્પાદન બંધ રાખ્યુ હતુ.
કંપનીના સૂત્રોએ સોમવારે કહ્યુ કેજી ડી 6 બ્લોકમાં એમએ ફિલ્ડથી ઉત્પાદન ગઈકાલે પુન: શરૂ થઈ ગયુ. તેલ ફિલ્ડને પુન; ખોલ્યા પછી આના કેટલાક હજાર બૈરલ પ્રતિ દિવસનુ ઉત્પાદન થઈ રહ્યુ છે. પરંતુ આવતા એક-બે દિવસમાં આનુ ઉપ્તાદન વધીને 20,000 બેરલ પ્રતિ દિવસ(બીપીડી) થઈ શકે છે.
રિલાયંસે તેલ ઉત્પાદન વધારવા માતે વધુ કૂવાઓને જોડવા માટે 22 માર્ચથી એમએ ફિલ્ડથી ઉત્પાદન બંધ કરી દીધુ હતુ. બંધ થતા સમયે એમએ ફિલ્ડ ત્રણ કૂવાઓની સાથે 18,000 બેરલ પ્રતિ દિવસે કાચા તેલનુ ઉત્પાદન કરી રહી હતી. પ્રસ્તાવિત બંધ દરમિયાન ત્રણ વધુ કૂવાઓને જોડવામાં આવ્યા. સૂત્રોએ જણાવ્યુ એક એપ્રિલ-જૂન ત્રિમાસિકના સમાપ્ત થવા પર ઉત્પાદન વધીને 40,000 બેરલ પ્રતિ દિવસ થવાની આશા છે.