Last Modified: મુંબઇ , મંગળવાર, 21 એપ્રિલ 2009 (17:54 IST)
રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો
રિઝર્વ બેંકે આજે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પોણા પોણા ટકાનો ઘટાડો કર્યો છે. આ પગલાથી બેંકો દ્વારા આપવામાં આવતા ધિરાણમાં ઘટાડો થાય એવા સારા સંકેત છે. આરબીઆઇના આ પગલાથી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ હવે ક્રમશ 4.75 અને 3.25 ટકા થવા પામ્યો છે.
આજે જાહેર કરાયેલ વાર્ષિક મુદ્રા નીતિમાં સીઆરઆને પાંચ ટકા અપરિવર્તિત રાખવામાં આવ્યો છે. સર્વોચ્ચ બેંકે અનુમાન કર્યું છે કે, ચાલુ વર્ષમાં આર્થિક વૃધ્ધિ દર 6 ટકા અને ફુગાવો અંદાજે 3 ટકા થવાની શક્યતા છે.