Last Modified: મુંબઈ , સોમવાર, 24 ઑગસ્ટ 2009 (16:20 IST)
લાર્સન પાસે 1,044 કરોડનો ઓર્ડર
એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એંડ ટુબ્રો ‘એલએંડટી’ એ કહ્યું છે કે, તેણે ખાડી દેશોમાં ઈલેક્ટ્રિકલ પરિયોજનાઓં માટે 1,044 કરોડ મૂલ્યના ઓર્ડર પ્રાપ્ત કર્યો છે.
કંપનીએ જણાવ્યું કે, તેને કતર પેટ્રોલિયમ, દુબઈ ઇલેક્ટ્રિસિટી એંડ વોટર એથેરિટી, ઓમાન રિફાઇનરી એંડ ટ્રાંસમિશન કંપની અને કતરની જનરલ ઇલેક્ટ્રિસિટી એંડ વોટર કોર્પોરેશનથી ઇલેક્ટ્રિકલ ઉપ-સ્ટેશનના નિર્માણ માટે આ કોન્ટ્રેક પ્રાપ્ત થયો છે.
કંપનીએ 737 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ કતર પેટ્રોલિયમથી પ્રાપ્ત કર્યો છે અને કોન્ટ્રાક્ટ અંતર્ગત ઉપ-સ્ટેશનોનું નિર્માણ કાર્ય 32 માસમાં પૂર્ણ થવાની આશા છે.