1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , ગુરુવાર, 27 ઑગસ્ટ 2009 (10:36 IST)

લિથિયમ બેટરી પર પ્રતિબંધની માંગ

દુનિયાના સૌથી મોટા પાયલટ યૂનિયને માલવાહક તથા યાત્રી વિમાનોમાં લિથિયમ બૈટરીજ તથા એવી બેટરિયો યુક્ત ઉત્પાદનો પર તત્કાલ પ્રભાવથી એ કહેતા પ્રતિબંધ લગાડવાની માગણી કરી છે કે, તેનાથી આગ લાગી શકે છે.

ધિ યૂએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જો કે, કહ્યું કે, તે આ મુદ્દા પર કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. પ્રતિબંધની માગણી કરતાં એર લાઈન પાયલટ એસોસિએશને જૂનથી લઈને અત્યાર સુધી ત્રણ એવી ઘટનાઓનો હવાલો આપ્યો છે જેમાં લિથિયમ બેટરીનો જથ્થો લઈ જનારા અમેરિકી વિમાનોમાં આગ લાગી ગઈ હતી.

14 ઓગસ્ટના રોજ મિનિયોપોલિસ સેંટ પોલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર વિમાનના ઉતર્યા બાદ તેના માલવાહક ભાગમાં આગ લાગી ગઈ. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વિમાનમાં એક હજાર ઈ સિગરેટનો જથ્થો હતો. ઈ સિગરેટ બૈટરી ચલિત એક ડિવાઈસ હોય છે જેનાથી નાક મારફત નિકોટિન સુંઘવામાં આવે છે. પ્રત્યેક સિગરેટમાં એક પુન: ચાર્જ લઈ જનારી લિથિયમ બેટરી લાગેલી હતી.

યૂનિયનના નિર્દેશક માર્ક રોજર્સે કહ્યું કે, ખતરાના પર્યાપ્ત પૂરાવા હાજર છે. અમે આ ખતરનાક ઉત્પાદનો પર તત્કાલ પ્રતિબંધ લગાડવાની જરૂરિયાત છે જેથી વિમાન યાત્રીઓની સુરક્ષા સુનિશ્વિત કરવામાં આવી શકે.