1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 19 એપ્રિલ 2009 (12:20 IST)

લોન મર્યાદા વધારવા માંગ

વિશ્વ બેંકે કહ્યું છે કે, તે વિશ્વના દેશોની ઉધારી સીમા વધારવા અંગે વિચાર કરી રહી છે. લંડનમાં થયેલી જી-20 સંમેસનમાં આરતે બહુસ્તરીય ઋણદાતા એજન્સીઓ તરફથી નાણાંના પ્રવાહને વધારવા ઉપર ભાર મુક્યો હતો.

વિશ્વ બેંકે કહ્યું હતું કે, ઉધારીની સીમા વધારવા માટે વિચાર ચાલી રહ્યો છે પરંતુ આ અંગે હજું સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. જોકે હાલ પુરતાં કોઇ દેશ બેંક દ્વારા નિર્ધારીત સીમા અંતગર્ત 15.5 અરબ ડોલરની લોન લઇ શકે છે.

લંડનમાં મળેલી જી-20 સંમેલનમાં આ મુદ્દાને ઉઠાવતાં ભારતે બેંકને અપીલ કરી હતી કે ઉધારીની સીમા વધારમાં આવે કે જેથી વિકાસશીલ દેશો અને અમીર દેશો વચ્ચે રહેલી ખાઇને આછી કરી શકાય.