1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 25 ઑગસ્ટ 2009 (12:28 IST)

વડાપ્રધાને યોજના પંચની બેઠક બોલાવી

વડાપ્રધાન મનમોહન સિંહે નવગઠિત યોજના પંચની એક સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવી છે જેમાં તે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરશે અને એકીકૃત ઉર્જા નીતિના અમલીકરણની સમીક્ષા કરશે.

યોજના પંચની બેઠકમાં પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ આહલૂવાલિયા સિવાય નાણા મંત્રી પ્રણવ મુખર્જી, કૃષિ મંત્રી શરદ પવાર અને અન્ય કૈબિનેટ મંત્રી તથા પંચના અન્ય સભ્ય ભાગ લેશે.

આહલૂવાલિયાએ પ્રતિનિધિઓને જણાવ્યું કે, અમે બે મુદ્દાઓ પર ચર્ચા કરીશું. પ્રથમ અર્થવવ્યવસ્થાની સ્થિતિ અને બીજી એકીકૃત ઉર્જા નીતિના અમલીકરણની સમીક્ષા.

આયોગના સૂત્રોએ કહ્યું કે, કેટલાયે કેબિનેટ મંત્રી જે પંચના સભ્યો નથી તેઓ વિશેષ અતિથિ તરીકે બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. પૂર્ણ યોજના પંચની બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, આ બેઠક એ સમયે યોજાઈ રહી છે જ્યારે અડધો દેશ દુષ્કાળનો સામનો કરી રહ્યો છે.

આ બેઠકમાં રિલાયંસની કેજી બેસિન ક્ષેત્રમાં ઉત્પાદિત ગેસના મૂલ્યનિર્ધારણ અને ફાળવણીના મામલા પર પણ ચર્ચા થઈ શકે છે જેને લઈને અંબાણી બંધુઓ વચ્ચે કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. આ મામલામાં સરકાર પણ એક પક્ષ બની ગઈ છે.