મંદી છતાં તાજેતરમાં પોતાના યાત્રી ભાડામાં નવી યોજનાઓ જાહેર કર્યા કરનાર જેટ એરવેઝ અને કિંગ ફિશર એરલાઇન્સે તેની સ્થાનિક ફલાઇટના ભાડામાં પેસેન્જર દીઠ ફયુઅલ સરચાર્જમાં રૂ. ૩૦૦નો અચાનક વધારો ઝિંકી દીધો છે.
જોકે ગયા અઠવાડિયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં થયેલા વધારાના કારણે ફયુઅલ સરચાર્જમાં વધારો કરાયો છે.
અત્રે નોંધનીય છે કે સરકારી વિમાની સેવા કંપનીઓએ તારીખ ૧૫મી એપ્રિલના રોજ એટીએફના ભાવમાં ત્રણ વાર વધારો કરી ચૂકી છે.
સરકારી કંપનીઓએ એટીએફના ભાવમાં ૬.૭ ટકાનો વધારો કર્યો હતો.જેટ એરવેઝ તેમ જ કિંગ ફિશરે ૭૫૦ કિ.મી.થી માટે રૂ. ૨૦૦નો વધારો કર્યો છે. જયારે તેથી વધુના અંતરમાં રૂ. ૩૦૦નો વધારો કર્યો છે.