Last Modified: મુંબઈ , ગુરુવાર, 27 ઑગસ્ટ 2009 (15:22 IST)
સૂર્યા રોશનીનો વેપાર લક્ષ્યાંક નક્કી
વીજ ઉપકરણ બનાવનારી સૂર્યા રોશનીને ચાલુ નાણાકિય વર્ષમાં પોતાનો વેપાર 14 ટકા વધવાની આશા છે.
કંપનીની અધ્યક્ષ જે પી અગ્રવાલે કહ્યું છે કે, માર્ચ 2009 ના રોજ સમાપ્ત નાણાકિય વર્ષમાં સૂર્યા રોશનીએ 1,750 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. તેમણે કહ્યું કે, અમને આશા છે કે, મોજૂદા નાણાકિય વર્ષમાં તે 2,000 કરોડ રૂપિયાથી થોડો વધારે રહેશે.
તેમણે કહ્યું કે, ગત વર્ષ કંપનીના કુલ વેપારમાં નિકાસનું યોગદાન 350 કરોડ રૂપિયા રહ્યું હતું જે મોજૂદા નાણાકિય વર્ષમાં 400 કરોડ રૂપિયા રહી શકે છે.
સૂર્યા રોશનીએ ક્ષમતા વિસ્તાર માટે 550 કરોડ રૂપિયાથી વધું જોગવાઈ રાખી છે.