હરિયાણામાં ઘઉંની ખરીદીનો રોકોર્ડ
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે હરિયાણામાં ચાલુ નાણાંકીય સત્રના પહેલા મહિનામાં પાછલાં વર્ષના સ્તર કરતાં 57.33 લાખ ટન વધારે ઘઉં ખરીદ્યા છે જે ગત વર્ષ કરતાં 9.46 ટકા વધારે છે. આનો વધારે પડતો શ્રેય કિંમતોમાં અંતર હોવાને લીધે પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશથી ખાદ્યાન્નનું સ્થાનાંતરિત કરવામાં આવે છે. સરકારી આંકડાઓને અનુસાર સરકારી એજંસીઓએ પાછલાં વર્ષે કુલ 52.36 લાખ ટન ઘઉં ખરીદ્યા હતાં. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે હરિયાણામાં ઘઉંની ખરીદીમાં તેજી આવવાનું કારણ ઉત્તર પ્રદેશમાં ખરીદની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. તેથી ઉત્તર પ્રદેશની સીમા સાથે લાગેલા વધારે પડતાં ખેડુતોએ હરિયાણામાં ખાદ્યાન્નનું વેચાણ કર્યું. આ દરમિયાન હરિયાણાના ખાદ્ય અને નાગરિક આપૂર્તિ વિભાગે નિર્દેશ રજુ કર્યો છે કે ઉત્તર પ્રદેશથી સસ્તી કિંમત પર ખરીદીને તેને હરિણામાં વેચવાની પ્રક્રિયા પર અંકુશ લગાવવામાં આવે.