Last Modified: મંગળવાર, 25 સપ્ટેમ્બર 2007 (04:10 IST)
કરાંચી પર ભારે પડ્યું રાંચી
ભારત-પાકિસ્તાનના ટ્વેન્ટી-20 વિશ્વકપના દિલધડક ફાઇનલ મેચના અંતિમ ઓવરમાં લોકોના જીવ તાળવે ચોટી ગયાં હતાં અને આવી રસાકસી ભરેલી ભારત-પાકિસ્તાનની મેચ અનેરો લ્હાવો માણવો એ પણ જીવનની એક અમૂલ્ય ભેટ માની શકાય.
19 જુલાઇ 1981માં ઝારખંડના રાંચી ખાતે જન્મેલા 26 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીએ વિકેટ કિપર તરીકે ભારતીય ટીમમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ તેમની આક્રમક તોફાની બેટીંગ અને હેરસ્ટાઇલથી પ્રસિધ્ધિ મેળવી હતી. તેમની હેરસ્ટાઇલને લઇને તેઓ યુવાનો દિલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે આજે ઘણા શહેરોમાં ધોનીના નામના હેર સલૂનો ખુલી ગયાં છે.
ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફ માહી તરીકે ઓળખાતા એમ.એસ ધોનીના કેપ્ટન પદ હેઠળ આજે ભારતે વિશ્વકપ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. ખૂબ જ ઓછો અનુભવ ધરવતાં ધોનીના નિર્ણયો અને તેમના આત્મવિશ્વાસને દાદ આપવાનું દરેક ભારતીયનું મન કરે છે.
આજે તેમને ભારતે ટ્વેન્ટી-20 વિશ્વકપા વિજેતા બનાવી સાબિત કરી દિધું છે કે ખરેખર કરાંચી પર રાંચી ભારે પડી પોતાનો કબજો જમાવી છે.