શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : ગુરુવાર, 11 નવેમ્બર 2021 (14:39 IST)

Essay on Children's Day -નિબંધ- બાળદિવસ પર નિબંધ ધોરણ 8-9 માટે

14 November children's dayપંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889ને ઈલાહબાદમાં થયું હતું. તેમના જનમદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. નેહરૂજીને બાળકોથી ખૂબ સ્નેહ હતું. અને તે બાળકોને દેશના ભાવી નિર્માતા માનતા હતા. બાળકોના પ્રત્યે તેમના આ સ્નેહ ભાવના કારણે બાળક પણ તેનાથી ખૂબ લાગણી અને પ્રેમ રાખતા હતા. તેને ચાચા નેહરૂ બોલીને પોકારતા હતા. આ જ કારણે નેહરૂજીના જનમદિવસને બાળદિવસના રૂપમાં ઉજવાય છે. 
 
ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ ઉજવવા માટે એમના જન્મદિવસ ચૂંટયૂ. 
 
તેને નેહરૂ જયંત્રી કહીએ કે પછી બાળદિવસ, આ દિવસ પૂરી રીતે બાળકો માટે સમર્પિત છે. આ દિવસે ખાસ રૂપથી બાળકો માટે કાર્યક્રમ અને રમતથી સંકળાયેલા આયોજન હોય છે. બાળક દેશનો ભવિષ્ય છે. તે બીજ સમાન છે જેને આપેલ પોષણ તેમના વિકાસ અને ગુણવત્તા નિર્ધારિત કરશે. આ જ કારણ છે કે આ દિવસે બાળકોથી સંકળાયેલા જુદા જુદા મુદ્ધા જેમકે શિક્ષા, સંસ્કાર, તેમના આરોગ્ય, માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી વિષયો પર વિચાર વિમર્શ કરાય છે. 
 
ઘના શાળાઓ અને સંસ્થાનોમાં બાળ મેળા અને પ્રતિયોગિતા પણ આયોજિત કરાય છે. જેથી બાળકોની ક્ષમતા અને પ્રતિભાને પ્રોત્સાહન મળે. આ દિવસે ખાસ રૂપથી ગરીબ બાળકોને મૂળભૂત સુવિધાઓ આપવા અને બાળશ્રમ અને બાળશોષણ જેવા ગંભીર મુદ્દા પર પણ વિચાર કરાય છે. 
 
બાળક નરમ મનના હોય છે અને દરેક નાની વસ્તુ કે વાત તેમના મગજ પર અસર નાખે છે. તેમનો આજ , દેશના આવનાર કાલ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેના માટે ક્રિયાકલાપ તેને આપતા જ્ઞાન અને સંસ્કારો પર ખાસ રૂપથી ધ્યાન આપવું જોઈએ. તેની સાથે જ બાળકોના માનસિક અને શારીરિક આરોગ્યની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. બાળકોને યોગ્ય શિક્ષા, પોષણ, સંસ્કાર મળે આ દેશહિત માટે ખૂબ મુખ્ય છે. કારણકે આજના બાળક કાલનો ભવિષ્ય છે. 
 
ભારતની નીંવ 1925માં રખાઈ જ્યારે બાળકોના કલ્યાણ પર વિશ્વ કંફ્રેસમાં બાળ દિવસ ઉજવાની ઘોષણા થઈ. 1954માં દુનિયામાં બાળ દિવસને માન્યતા મળી. સંયુક્ત રાષ્ટ્ર આદિવસ 20 નવંબર માટે નક્કી કર્યા . જુદા-જુદા દેશોમાં જુદા જુદા દિવસે ઉજવાય છે . ઘણા દેશ આ દિવસને આ વાતની યાદ અપાવે છે. 1950થી બાળ સંરક્ષણ દિવસ એટલે 1 જૂન પણ ઘણા દેશોમાં બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ આ વાતની યાદ આપે છે કે બાળક ખાસ છે બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરતો અને વળતરની જરૂરતોને ખૂબ ખાસ બનાવું જરૂરી છે. આ દિવસ બાળકોને ઉચિત જીવન આપવાની યાદ આપે છે.