મૃત્યુ આવ દોસ્ત ! જરી તને થામી લઉં જિંદગીમાં કરી મઝા , તેનો હિસબ કરી લઉં

Last Modified સોમવાર, 19 ડિસેમ્બર 2016 (17:15 IST)
મૃત્યુ, આવ દોસ્ત ! જરી તને થામી લઉં 
જિંદગીમાં કરી મઝા , તેનો હિસબ કરી લઉં 
મૃત્યુ વિશે લખાયેલા અનેક મુક્તકોમાં આ એક વિશિષ્ટ પ્રકરનું મુક્તક છે. કેમ કે એમાં કવિ મહાભારતના ભીષ્મપિતામહની જેમ મૃત્યુને જરા થોભી જવાનું કહે છે અન એ તે પણ દોસ્તીના નાતે! આમતો માનવીમાત્ર મૃત્યુ શબ્દ સાંભળે અને તેનું હૃદય હચમચી ઉઠે છે! પછી જો મૃત્યુ સામે આવીને ઉભુ રહે , મરણાસન વ્યકતિ મોતને આવતું જુએ ત્યારે તેની કેવી હાલત થાય છે એ કહેવાની જરૂર નથી. ભલભલાના છ્ક્કાપંજા છૂટી જાય છે. 
 
પરંતુ આ કવિને તો મૃત્યુંના આગમનનો કોઈ ડર નથી. એ તો મૃયુને આવ દોસ્ત આવી ગયું ? - કહીએને આવકારે છે પણ પછી એને જરા થોભી જવાનું કહે છે. એટલા માટે કે એને મરતાં મરતાં પોતે ગાળેલી , પસાર કરેલી વિતાવેલી જિંદગીમાં કેવી-કેવી મઝા કરી છે. જીવનને કેવું માણ્યું છે તેની ગણતરી કરી લેવી છે અને પછી તેઓ પ્રસન્નવદને , હસતાં હસતાં મૃત્યુ સાથે જવા તૈયાર છે. 
 
નોંધપાત્ર હકીકત્ત એ છે કે આ કવિને જિંદગી દુખો યાદ નથી કરવાં ક્યાં ક્યાં સ્વજનોએ મિત્રોને ઘા કર્યા આઘાત આપ્યા એ બધું યાદ નથી કરવું એમતે તો  મસ્તીથી ગુજારેલી જિંદગીની એ પળો જ યાદ કરવી છે. એટલા માટે આ એક વિશિષ્ટ પ્રકારનું મુક્તક છે. 


આ પણ વાંચો :