રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (15:23 IST)

Essay on diwali- દિવાળી વિશે નિબંધ

મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર
ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે , કોઈ તહેવાર ન ઉજવતો હોય ! આ બધા તહેવારોમાં શિરોમણી સમાન કોઈ તહેવાર હોય તો તે છે દિવાળીના તહેવાર . ગરીબ હોય કે તવંગર , શેઠ હોય છે ; જેને દીપોત્સવી પર્વનું ગૌરવવંતુ નામ અપાયું છે , કેમ કે આ પર્વ એક બે દિવસનું નહિ , એક સપ્તાહ જેટલું લાંબુ ચાલે છે. ધનતેરસથી લાભપાંચમ સુધીના દિવસો દીપોત્સવી પર્વના ગણાય છે.
 
 
આ પર્વ કોઈ એક કોમ કે વર્ણનું નથી રહ્યું સાર્વત્રિક બની ગયું છે કેમકે એમાં ધાર્મિક તત્વ નો ભળ્યું જ છે ઉપરાંત 
, સામાજિક તત્વ પણ સંકળાયું છે. ચૌદ વર્ષના વનવાસ વેઠીને જાનકી તથા લક્ષ્મણજી સાથે શ્રીરામ્ અયોધ્યામાં પુન: પ્રવેશ દિવાળીના દિવસે કર્યો હતો એવી માન્યતા તો હિંદીમાં ઘેર ઘેર પ્રચલિત છે જ સાથે સાથે વિક્ર્મ સંવતનો છેલ્લ્લો વાર્ષિક દિન આસો વદ અમાસ ગણાય છે અને બીજા દિવસથી વિક્ર્મ સંવતનું નૂતન વર્ષ આરંભાય છે એટલે દીપોત્સવી વીતેલા વર્ષના સુખદ-દુખદ સંસ્મરણોની યાદ મૂકીને પસાર થતી હોવાથી ઉલ્લાસભેર ઉજવાય છે.
 
દીપોત્સવી પર્વ ઉજવવા માટેની પૂર્વતૈયારીઓ તો , શરદપૂર્ણિમા બીજા જ દિવસથી શરૂ થઈ જાય છે. ખેડૂતો ચોમાસાના વાવેલો પાક લણી લઈને હવે ઘરભેગો કરવાની વેતરણમાં પડે છે નએ એ પાકનું વેચાણ થઈ જતા , હાથમાં આવતી રકમોથી જે આનંદ પ્રાપ્ત થાય હ્હે એની અભિવ્યકતિ દીપોત્સવની પર્વની ઉજવણી દ્વારા થાય છે. વેપારીઓ દુકાનના માલનો સ્ટોક લઈને વર્ષ દરમિયાન થયેલ નફાની તારવણી કાઢે છે. હિસાબો ચોખ્ખા કરે છે. નવા ચોપડા ખરીદે છે. ચોપડાપૂજન કરે છે. નોકરોને બોણીબોનસ આપે છે અને બધા ભેગા રંગેચંગે દિવાળી ઉજવે છે . ધનતેરસે લક્ષ્મીપૂજન થાય છે , કાળી ચૌદસ ભૈરવની , હનુમાનની , ઘંટાકર્ણ મહાવેરની પૂજા થાય છે અને દિવાળી ચોપડાપૂજન થાય છે- શારદાપૂજન થાય છે. બેસતા વર્ષમા દિવસની ઉલ્લાસ તો કોઈ અનેરો જ હોય છે! જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ , પોતાની બહેનના ત્યાં જમવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેંટ આપે છે.
 
દીપોત્સવી પર્વની ઉજવણીના ત્રણ પ્રધાન તત્વો એટલે દારૂખાનું ,રોશની મીઠાઈ આ ત્રણેય વાનાં વેચનાર વેપારીઓને તો ઘી કેળા 
! દીપોત્સવની પર્વ નિમિત્તે ભારતમાં કરોડો રૂપિયાનું દારૂખાનું ફૂટે છે. ઘેરઘેર દીપમાળા પ્રગટે છે , વીજળીના દીવાઓની આકર્ષક રોશની થાય છે. એક બીજાને ત્યાં નૂતન વર્ષાભિનંદન પાઠવવા જનારને મીઠાઈ તથા અન્ય વાનગીઓ ખવડાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર સાફસૂફ કરે છે , દુકાનો વાળીઝૂડીને સાફ કરે છે , ધોળવા રંગવાનું કામ પણ થાય છે. પરિણામે સમાજના કારીગર વર્ગને દિવાળી પૂર્વે સારું કામ મળી રહે છે. એમાં દરજી-મોચીને ત્યાં તો તડાકો પડે છે. આ પ્રવમાં સમાજના પ્રત્યેક વ્યક્તિ નવા કપડા , નવા ચંપલ-બૂટ ખરીદે છે કે સીવડાવે છે એટલે બજારમાં એટલી બધી ધરાકી નીકળે છે કે વેપારી મોં -માંગ્યા ભાવ લઈને ધૂમ નફો કરે છે.
 
દીપોત્સવી પર્વ ઉજવવા સામે તો કોઈ વિરોધ હોઈ ન શકે પરંતુ અત્યારની ભીષણ મોંઘવારીના આ દિવસોમાં મધ્યમવર્ગબા મનાવીને જે વધારાનો ખર્ચ , દેખાદેખીથી કે આબરૂ ખાતર કરવો પડે છે. એના અર્થતંત્રને તોડી નાખે છે . આખું વર્ષ કાળી મજૂરી-મહેનત કરીને ભેગી કરેલી બચત ફટાકડામા ફૂટી જાય