સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : મંગળવાર, 12 જુલાઈ 2022 (19:19 IST)

સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની ગુજરાતી ફિલ્મમાં એંટ્રી

gujarati film
આ પોસ્ટર જોઈને તમને ખુશી થતી હશે કે એક વાર આવો ગુજરાત.. ની જાહેરાત કરતા કરતા ખુદ બિગ બી ને ગુજરાત એટલુ ગમી ગયુ કે તેઓ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.   ટૂંક સમયમાં સુપરસ્ટાર અભિનેતા અમિતાભ આગામી કુટુંબ કેન્દ્રિત કોમેડી ફિલ્મ Fakt Mahilao Mate માં ગુજરાતી પાત્રમાં જોવા મળશે. તેઓ ગુજરાતી કલાકાર યશ સોની અને દીક્ષા જોશી સાથે જોવા મળશે. આ ફિલ્મનુ નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયો કરતા જોવા મળશે. 
આ ફિલ્મના નિર્માતા છે બિગ બીના મિત્ર એવા આનંદ પંડિત. આનંદ પંડિત અને વૈશલ શાહની અઆ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ હશે જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કેમિયો કરતાં નજરે ચડશે.  આનંદ પંડિતના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચન તેમના પ્રિય મિત્ર છે અને જ્યારે તેમણે સુપરસ્ટારને પૂછ્યું કે શું તેઓ તેમની મહિલા-કેન્દ્રિત ફિલ્મમાં ભૂમિકા ભજવશે, તો બિગ બીએ તરત જ તેમને હા પાડી. ANI દ્વારા અહેવાલ મુજબ, આનંદ પંડિતે જણાવ્યું, "મારા માટે વર્ષોથી મારા મિત્ર અને માર્ગદર્શક એવા અમિત જી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ છે. તે જ ક્ષણે મેં તેમણે પુછ્યું કે શું તે 'ફકટ'માં એક ભૂમિકા ભજવશે. તેમણે સ્ક્રિપ્ટ સાંભળવા કે એવું પણ જાણવા માટે કહ્યું નથી કે નિર્દેશક કોણ છે અને સેટ પર કોણ આવશે. આ પહેલીવાર છે જ્યારે અમિત જી કોઈ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતીની ભૂમિકા ભજવી રહ્યા છે.