શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated : શુક્રવાર, 29 જુલાઈ 2016 (17:33 IST)

હવે ગુજરાતી દર્શકોએ થ્રિલર ગુજરાતી ફિલ્મને પણ પસંદ કરી - ગુજરાતી ફિલ્મ ચક્રવ્યૂહનો રીવ્યૂ

ફિલ્મ - ચક્રવ્યૂહ 
નિર્માતા - શૈલેષ શાહ
નિર્દેશક - સત્યેન વર્મા 
કલાકાર - દિશા પટેલ, જીત ઉપેન્દ્ર, તેજ સપ્રુ 
સેંસર સર્ટિફિકેટ - યૂ   સમય - 2 કલાક 2 મિનિટ 
રેટિંગ 3/5 
આજે ગુજરાતી ચિત્રપટોનો ટોટો હવે નથી રહ્યો. એક સમયે ફિલ્મો બનતી હતી પણ લોકોને જોવા માટે સિનેમા સુધી લઈ જવા પડે તેમ હતાં. આજે લોકો સામેથી ગુજરાતી ફિલ્મો જોવા માટે સિનેમા સુધી જાય છે. અગાઉ જોવા જઈએ તો સામાજિક, પારિવારિક અને થ્રિલર ફિલ્મો બનતી હતી પણ દર્શકો ના હોવાથી તે કંઈ ખાસ ચાલતી જ નહોતી. આજે લાંબા સમય બાદ ફરીવાર એક થ્રિલર ફિલ્મ બની છે જેને દર્શકોએ વધાવી લીધી છે. જી. હા. આજે રીલિઝ થયેલી સત્યેન વર્માના દિગ્દર્શન અને શૈલેષ શાહ નિર્મિત ચક્રવ્યૂહ ફિલ્મ પહેલા જ શોમાં હીટ સાબિત થઈ છે.

ફિલ્મ 'ચક્રવ્યૂહ' ની ટિકિટ બુક કરવા માટે ક્લિક કરો 

ફિલ્મની વાત કરીએ તો જીત ઉપેન્દ્ર અને દીશાએ અભિનયમાં સહેજ પણ કચાશ આવવા દીધી નથી. એક ટીવી ચેનલના પત્રકારના રોલ તરીકે તેમણે અભિનયમાં બાખુબી એક્સપ્રેશન આપ્યાં છે. સંવાદોની છટા પણ એક પત્રકાર જેવી જ લાગે છે. જ્યારે દિગ્દર્શનની વાત કરીએ તો તેમાં થોડું ખેંચવામાં આવ્યું છે. એક કે બે સીનને બાદ કરતાં દિગ્દર્શન પણ સુપર્બ હોવાનું દર્શકો તરફથી જાણવા મળ્યું છે. ફિલ્મની સિનેમેચ્રોગ્રાફી પણ નવી ટેકનોલોજી પ્રમાણે કરવામાં આવી હોવાથી તેમાં કંઈ કચાશ રહે તેમ નથી.

તે સિવાય ફિલ્મમાં જે વિલનનો રોલ છે તે લોકોને ખાસ ગમે એવો છે. કારણ કે વિલન એવું પાત્ર છે જે ફિલ્મના બંને લીડ રોલને દર્શકોની નજર સમક્ષ પ્રભાવી બનાવે છે. એક વિસ્તારમાં એક બાળકનું અપહરણ થાય અને તેનાથી લોકો પરેશાન થાય ત્યારે બે પત્રકારો વિલનના તમામ પાસાઓનો પર્દાફાશ કેવી રીતે કરે છે તે આ ફિલ્મની મુખ્ય કથાવસ્તુ છે. સંગીતની વાત કરીએ તો અન્વર શેખે આજના યુવા વર્ગને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. જેથી સંગીત પણ આ ફિલ્મમાં એક મહત્વનો ભાગ ભજવે તેમાં નવાઈ નથી. એકંદરે ફિલ્મ તમામ રીતે અદ્ભૂત બનાવી છે.


  આ ફિલ્મના નિર્માતા શૈલેષ શાહ છે તથા તેનું સંગીત અન્વર શેખે આપ્યું છે. ફિલ્મમાં અભિનય ખૂબજ સારો છે અને વાર્તા પણ દર્શકોને પકડી રાખે એવી છે. સંગીતની વાત કરીએ તો આજની પેઢીને પસંદ પડે એવું છે. એકંદરે ફિલ્મ જોવાલાયક છે. આ ફિલ્મ આજે રજુ થઈ છે.