રવિવાર, 28 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

રક્તદાન વિશેષ : તમારા લોહીના થોડાં ટીપાં કોઈની જીંદગી બચાવી શકે છે

કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારી લોહીના થોડાં ટીપાં પણ કોઇને જીવન બક્ષી શકે છે. દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઇ ને કોઇ જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે, આવામાં તમારું લોહી કોઇને જીવનદાન આપી શકે છે.

મોટાભાગના લોકો રક્તદાન એટલા માટે નથી કરતાં કારણ કે તેમણે રક્તદાનને લઇને પોતાના મનમાં ખોટી ધારણાઓ બાંધી રાખી હોય છે. કેટલાંક લોકો તે એવું માનતા હોય છે કે રક્તદાન કરવાથી એઇડ્સ થઇ શકે છે. તેમણે જાણી લેવું જોઇએ કે રક્તદાન સંપૂર્ણપણ સુરક્ષિત હોય છે, તેના માટે કીટાણુમુક્ત ડિસ્પોઝેબલ સિરિંજનો પ્રયોગ થાય છે. પણ હા, રક્તદાન પહેલા અને બાદમાં તમારે કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન અચૂક રાખવાનું હોય છે.

શું તમે રક્તદાન યોગ્ય છો? -

- રક્તદાન કરનારી વ્યક્તિની ઉંમર 17 વર્ષથી વધુ હોવી જોઇએ.
- રક્તદાન માટે એ જ લોકો યોગ્ય હોય છે જેમનું વજન 45 કિલો કરતા વધુ હોય છે.
- એનિમિયાગ્રસ્ત મહિલાઓ કે પછી બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ રક્તદાન નથી કરી શકતી.
- જો તમે રક્તદાન કરવા જતાના 48 કલાક પહેલા આલ્કોહોલનું સેવન કર્યું છે તો તમે રક્તદાન નથી કરી શકતા.
- રક્તદાન કરનારી વ્યક્તિના હીમોગ્લોબિનનું સ્તર 12 ટકા કરતા વધુ હોવું જોઇએ.

રક્તદાન માટેના સૂચનો -

- રક્તદાન પહેલા ધૂમ્રપાન ન કરો.
- રક્તદાન પહેલા અને બાદમાં પૌષ્ટિક ભોજન કરો.
- ધ્યાન રાખો રક્તદાન માટે ડિસ્પોઝેબલ સિરિંજનો જ પ્રયોગ થવો જોઇએ.

આપણે પોતે કે આપણા પ્રિયજનોમાંથી કોઇપણ, ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર બની શકે છે. આવામાં બની શકે છે કે તમારી લોહીના ટીપાં કોઇનું જીવન બચાવી જાય. રક્તદાન કરો અને તમારા મિત્રો અને સંબંધોને પણ આના માટે પ્રેરિત કરો.