રવિવાર, 28 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

શુ તમને રાત્રે ઊંઘ નથી આવતી ? તો અજમાવો આ ઉપાય

જો તમારી આખી રાત પડખાં બદલવામાં જ વીતી જતી હોય અને આંખમાં ઊંઘનુ નામોનિશાન ન હોય તો સારી ઊંઘ માટે અહી આપેલ ઉપાયો અજમાવી જુઓ. 

અમેરિકાના સ્લીપ મેડિકલ સેંટરના શોઘકર્તા માર્થા જેફરસનની શોધ મુજબ શરીરનુ તાપમાન પથારી અને રજાઈના તાપમાનને અનુકૂળ બનાવીને સૂવાથી સારી ઊંઘ આવે છે અને તે માટે સહેલો ઉપાય છે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન.

વૈજ્ઞાનિક ડો. માર્થ જૈફરસન મુજબ 'ઊંઘ ન આવવાની સમસ્યા દૂર કરવા માટે સૂવાના 30 મિનિટ પહેલા નહાવુ કે હોટ શાવર એક સારો વિકલ્પ છે. આનાથી શરીરનુ તાપમાન પથારીના તાપમાનના સામાન્ય સ્તર પર હોય છે અને શરીરમાંથી સ્ટ્રેસ હાર્મોન કોર્ટિજોલ ઓછા થઈ જાય છે. જેનાથી ઊંઘ સારી આવે છે.

આ શોધ મેન્સ હેલ્થના પ્લસ જર્નલમાં છપાઈ છે.

જો તમે ઊંઘ ન આવવાથી હેરાન છો તો આ ઉપાય તમારે માટે કારગર સાબિત થઈ શકે છે.