મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

સારા સ્વાસ્થ્ય માટે શું ખાવુ?

N.D
દહી: દહી એક સ્વાસ્થ્યપ્રદ આહાર છે. તેમાં વિટામીંસ અને મીનરલ ભરપુર માત્રામાં હોય છે. આ કૈલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી અને ઝિંકનો ભરપુર સ્ત્રોત છે.

દૂધ : આ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. જેવી રીતે કે બધા જ જાણે છે કે હાડકાના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ ખુબ જ જરૂરી છે. આ કોલોન કેંસરથી બચાવ પણ કરે છે.

કેળા: કેળામાં ભરપુર માત્રામાં પોટેશિયમ મળી આવે છે જે હાઈબ્લ્ડપ્રેશરથી બચાવ કરે છે. સાથે સાથે કેળા એનર્જી પ્રદાન છે.

સફરજન : દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે કેમકે સફરજન ઓછી કેલેરીવાળું ફળ છે. સફરજનને છોલીને ન ખાવું જોઈએ કેમકે તેના છોતરામાં ઘણાં મહત્વના ક્ષાર હોય છે. સફરજન ખાવાથી આંતરડા મજબુત થાય છે અને દાંત તેમજ પેઢા પણ મજબુત બને છે. જેમને અસ્થમા હોય તેમને સફરજન દરરોજ ખાવું જોઈએ.

પપૈયું : પપૈયામાં વિટામીન સી મળી આવે છે જે પાચનક્રિયાને સરખી કરે છે અને કબજીયાતવાળી વ્યક્તિઓ માટે ઘણું ફાયદાકારા રહે છે.

ખજુર : પોટેશિયમ, આયરન તેમજ વિટામીન બી-6નો ઉત્તમ સ્ત્રોત છે. આની અંદર ભરપુર માત્રામાં ફાયબર અને નેચરલ સુગર છે.

W.D
પાલક: આમાંથી વિટામીન બી મળી આવે છે જે હૃદયરોગથી બચાવે છે. આમાં લ્યુટીન ભરપુર માત્રામાં મળી આવે છે. આ ઉંમરની સાથે સાથે થનારા આંધાણાપણાથી બચાવે છે.

ટામેટા : આમાં લાઈકોપીન અને કેરોટિનાઈડ ભરપુર માત્રામાં મળી આવે છે જે કેંસર, હૃદયરોગ, ડાયાબિટિશ, નેત્ર વિકાર અને સાંધાના દુ:ખાવામાં ઘણું ફાયદારક છે.

ગાજર : આની અંદર વિટામીન એ મળી આવે છે જે વાળ, ત્વચા અને આંખો માટે ફાયદાકારક છે.