વર્લ્ડ હાર્ટ ડે - એટેક આવતા પહેલા શરીર આપે છે આ 6 સંકેત
આપણા શરીરનું સૌથી જરૂરી અંગ દિલ સાથે થોડીક પણ બેદરકારી આપણને મોતના મોઢામાં ધકેલી શકે છે. આજે વર્લ્ડ હાર્ટ ડે પર હાર્ટ એટેકના શક્યત લક્ષણો વિશે કાર્ડિયોલોજીસ્ટ મુજબ જાણો હાર્ટ અટેક આવતા પહેલા ક્યા લક્ષણો જોવા મળે છે.
છાતીમાં દુખાવો - હાર્ટ એટેકનુ સૌથી પહેલુ લક્ષણ હોય છે દિલની નિકટ છાતીમાં દુખાવો. આ બાજુઓ જબડુ અને પીઠ સુધી જાય છે. વધુ તનાવથી છાતીમાં ભારેપણુ લાગતુ હોય છે. અને ખાંસી પણ આવે છે. આરામ કરવાથી કે સોર્બિટ્રેટની ગોળી લેવાથી પણ આ સમસ્યામાં રાહત મળતી નથી. આ પ્રકારનો દુખાવો સામાન્ય રીતે એક કલાકથી વધુ સમય સુધી રહે છે.
પરસેવો આવવો - હાર્ટ એટેક શરૂઆતના લક્ષણોમાંથી એક છે છાતીમાં દુખાવા સાથે સામાન્યથી વધુ પરસેવો આવવો. દર્દીને પહેલાથી કોઈ તકલીફ થતી નથી અને કારણ વગર અચાનક પરસેવો આવવા માંડે છે.
શ્વાસ લેવામાં તકલીફ - આરામ કરતી વખતે પણ ગભરામણ કે દમ ઘૂંટવો જેવુ અનુભાવ કરવુ, હાર્ટ એટેકના મુખ્ય લક્ષણોમાંથી એક હોય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે એવુ લાગે છે જેવી તેને શ્વાસ લેવામાં ખૂબ મહેનત કરવી પડી રહી છે.
દમ ફુલવો અને ખાંસી આવવુ - દર્દીનો શ્વાસ ફૂલવાની સાથે જ તેને ખાંસી પણ આવે છે. તેને કફની તકલીફ પણ થઈ શકે છે. આ કફનો રંગ ગુલાબી હોઈ શકે છે. કે તેમા લોહીના નિશાન પણ હોઈ શકે છે. જો એવુ થઈ રહ્યુ છે તો મતલબ છેકે દર્દીના ફેફસામાં લોહી આવી રહ્યુ છે. આ હાર્ટ ફેલ થવાની નિશાની છે.
આંખો સામે અંધારુ છવાય જવુ - આ સમસ્યા બ્લડ પ્રેશર ઓછુ થવુ કે દિલની ધડકન ઓછી થવાને કારણે થઈ શકે છે. તેને બિલકુલ નજર અંદાજ ન કરવી જોઈએ.
સાયલેંટ અટેક - તેમાથી કોઈપણ લક્ષણ કે બધા લક્ષણ એક સાથે પણ થઈ શકે છે. તેમ છતા હાર્ટ એટેક કોઈપણ સંકેત વગર પણ આવી શકે છે. આ સાયલેંટ હાર્ટ અટેક હોય છે. જે ડાયાબિટીસના દર્દી અને વધુ વયના લોકોમાં જોવા મળે છે.