મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

કોઈપણ લતમાંથી છુટકારો મેળવવા માટે કરો આ વ્યાયામ

એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે કોઈ માદક પદાર્થ કે દારૂની ટેવથી મુક્તિ મેળવવા માટે એરોબિક વ્યાયામ મદદરૂપ સાબિત થઈ શકે છે.  એરોબિક વ્યાયામ કરવાથી ડાયાબિટીસ, દિલની બીમારી અને ઘૂંટણનો દુખાવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ મળે છે.  આ ઉપરાંત આ વ્યાયામથી તનાવ ઓછો કરવા અને અવસાદ જેવી માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યામાં પણ ફાયદો થાય છે. 
 
અમેરિકામાં બફલો વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ જોયુ છે કે કોઈપણ પ્રકારની લત(આદત)માંથી છુટકારો મેળવવા અને રોકથામમાં એરોબિક વ્યાયામ મસ્તિષ્ક પર પ્રભાવ નાખે છે. વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ શોધ વૈજ્ઞાનિક પી. થાનોસે જણાવ્યુ કે અનેક અભ્યાસોથી જાણ થાય છે કે એરોબિક વ્યાયામ દારૂ, નિકોટિન, ઉત્તેજક ઔષધિ અને નશીલા પદાર્થોની લતથી મુક્તિ મેળવવામાં લાભદાયક રહ્યુ છે. 
 
શુ હોય છે એરોબિક વ્યાયામ 
 
શરીરની માંસપેશ્યોના મોટા સમૂહોમાં પગ, જાંધ અને હિપ્સની માંસપેશીઓનો સમાવેશ છે. આ વ્યાયામને નિમન સ્તરથી મધ્યમ સ્તરની ઈંટેસિટી પર કરવામાં આવે છે. આ વ્યાયામનો સમય ઓછામાં ઓછો 20 મિનિટ કે તેનાથી વધુ હોય છે.  દોડવુ, જોગિંગ કરવી, સાયકલ ચલાવવી, સીઢીયો ચઢવી, દોરડા કૂદવા અને એરોબિક્સ ક્લાસેસ  આ બધી એરોબિક ગતિવિધિનુ ઉદાહરન છે.