મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (15:33 IST)

આ રીતે રોજ સવારે પીવો ભીંડાનું પાણી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બીમારી થશે દૂર

કુરકુરી ભીંડી કે પછી ભરમા ભિંડી.  આ શાક તો દરેકને ખૂબ ભાવતુ હોય છે. ભીંડાના ફાયદા એક શાકના રૂપમાં ખૂબ ગણાવાય છે. પણ હવે જાણો કે ભીંડાનુ પાણી તમારા આરોગ્ય માટે શુ કમાલ કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભીંડાની અંદર ભરપૂર ફાઈબર જોવા મળે છે. જેનાથી આપણુ પાચન તંત્ર ઠીક રહે છે. ભીંડાના પાણીનો એક અસરદાર ઉપાય બતાવી રહ્યા છે. જેમા તમને 2 ભીંડા લેવાના છે. પછી આ 2 ભીંડાને કાપીને આખી રાત પાણીમાં ડુબાડી મુકવાના છે. પછી સવારે ઉઠતા જ આ પાણીનુ સેવન કરો. આ રીતે આ ઉપાય રોજ કરવાનો છે. 
 
ઉલ્લેખનીય છે કે જે લોકો સતત ભીંડાનું પાણી પીવે છે તેમના શરીરમાં ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. જો તમને કે તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તો તેણે જરૂર આ પાણી પીવાની સલાહ આપો.  
 
આ ઉપરાંત જો ઘર પરિવારમાં ગર્ભવતી મહિલા છે તો તેને માટે પણ ભીંડાનુ સેવન કરવુ ખૂબ જ લાભદાયક રહેશે.  એવુ કહેવાય છે કે ડોક્ટર પણ દરેક ગર્ભવતી મહિલાને પોતાના રોજના આહારમાં ભીંડા ખાવાની સલાહ આપે છે.   તમારી માહિતી માટે બતાવી દઈએ કે ભીંડાના શાકથે વધુ તેના પાણીમાં પોષણ તત્વ જોવા મળે છે. 
 
જે લોકો અસ્થમા જેવી બીમારીના રોગી છે એ લોકોએ ભીંડાના પાણીનું સતત સવારના સમયે સેવન કરવુ જોઈએ.  આ રેશેદાર શાક દ્વારા તમને અસ્થમાથી મુક્તિ મળી શકે છે. 
 
જો કોઈને હાર્ટ સંબંધિત સમસ્યા હોય તો એ વ્યક્તિએ ભીંડાનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી છે. ભીંડા આપણા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.