બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (22:45 IST)

2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસઃ વહેલા નિદાન અને સમયસર સારવારથી સારુ પરિણામ મળે છે".

Dr. Ketan Patel,(Homeopath), Autism Specialist & Researcher.

વિશ્વભરમાં બીજી એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે જેથી લોકોમાં ઓટિઝમ વિશે જાગૃતિ આવે. સૌ પ્રથમ તે 2008માં ઉજવાયો હતો. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે. આધુનિક વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઇલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી)પણ સામેલ છે.
 
નિદાન શક્ય એટલું વહેલું
દેશ વિદેશમાં પોતાની સેવા આપતા અમદાવાદ સ્થિત ખૂબજ અગ્રગણ્ય  હોમિયોપેથિક ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ અને રિસર્ચર  ડો. કેતન પટેલ આ અંગે જણાવતાં કહે છે કે "અભ્યાસ દર્શાવે છે કે એએસડી હોય તેવા બાળકોના એક તૃતિયાંશ અથવા અડધા વાલીઓને બાળક એક વર્ષનું થાય તે પહેલા જ લક્ષણો જોવા મળે છે. 80%–90% માતાપિતા 24 મહિનાની વય અગાઉ આ લક્ષણ જુએ છે. તેથી તેનું નિદાન શક્ય એટલું વહેલું થવું જોઈએ કારણ કે આ ડેવલપમેન્ટલ બીમારી છે.

હોમિયોપેથિક ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે ઓટિઝમ મુખ્યત્વે સામાજિક વાતચીત અને સંવાદ જુદી જુદી ચીજોમાં ઓછો રસ પડવો તથા પુનરાવર્તિત વર્તણૂકને આધારે ઓળખી શકાય છે જે દૈનિક જીવનને અસર કરે છે. તેના લક્ષણો આ પ્રમાણે છેઃ

ઓટિઝમના લક્ષણો 
નામ બોલવા છતાં પ્રતિભાવ ન આપવો, ચીજ દર્શાવવા માટે તેની તરફ નિર્દેશ કરવો, 2 વર્ષ સુધી રમત રમતા હોય તેવો દેખાવ કરવો, આંખથી સંપર્ક ટાળવો, લોકોને સમજવામાં મુશ્કેલી પડવી, પોતાના વિચારો વ્યક્ત કરવામાં મુશ્કેલી, એકના એક શબ્દો બોલતા રહેવું, પ્રશ્નોની સાથે સુસંગત ન હોય તેવા જવાબ આપવા, શરીર હલાવતા રહેવું અથવા ગોળ ગોળ ઘુમવું, બિનજરૂરી હસતા રહેવું, ગુસ્સો આવે તો માથું પછાડવું, ચહેરાનો હાવભાવ શબ્દો સાથે મેળ ખાતો ન હોય.
 
દાંત ઘસવા અને આંગળીઓ હલાવતા રહેવું .વાતચીતના કૌશલ્યને માપદંડ તરીકે લેવામાં આવે તો 30 ટકા બાળકો માત્ર 2-3 શબ્દો બોલે છે. તેમને મૌખિક અને બિનમૌખિક સંવાદમાં મુશ્કેલી પડે છે. ASD ને લગતી સમસ્યાઓ આ પ્રમાણે છે: બોલવામાં વિલંબ થવો, કાર્ય અને શબ્દોનું સતત પૂનરાવર્તન કરવું, પ્રશ્નોના આડાઅવળા જવાબ આપવા, કોઇ ચીજ જોઇતી હોય તો આંગળી ચિંધવી અમુક હાવભાવથી પોતાની લાગણી વ્યક્ત કરવી, ઓટિઝમના દર્દીઓને હાવભાવ, બોડી લેંગ્વેજ, અવાજ કે સૂરનો ઉપયોગ કરવામાં અને સમજવામાં મુશ્કેલી પડે છે.

 હોમિયોપેથી સારવાર અસરકારક 
હોમિયોપેથીક સારવાર ઓટીઝમ માટે જવાબદાર કારણો હજુ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી, વધુમાં ડો. કેતન પટેલ જણાવે છે કે હોમિયોપેથી સારવાર લક્ષણો ઉપરથી આપવામાં આવે તો બાળકની વર્તુણક બોલવાનું અને નજરથી નજર મેળવવાનું પહેલા ૧૨૦ દિવસની સારવારથી આવવા લાગે છે. ઓટીઝમ ગ્રસ્ત બાળકના વાળ, લોહી, અને પેશાબનો રિપોર્ટ કરવામાં આવે તો તેમાં મોટા પ્રમાણમાં સીસુ, પારો, કેડમીયમ અને અન્ય ભારે ધાતુ શરીરમાં પ્રસરેલા જોવા મળે છે, હોમીયોપેથીક સારવારથી આ હેવી મેટલનું પ્રમાણ ઘટાડી શકાય છે.

ખોરાકનુ રાખવુ ધ્યાન 
ઓટીસ્ટીક બાળકોમાં ફંગસ તેમજ પાચનક્રિયાની તકલીફ જોવા મળે છે તો ઉપરોક્ત ફંગસ ને નાબુદ કરવા તેમજ પાચનક્રિયા સારી રીતે થાય તેના માટે હોમિયોપેથીક દવા સાથે દૂધ અને તેની બનાવટ અને ઘઉં અને તેની બનાવટ આવા બાળકોને બંધ કરવાથી તેની ઉપરોક્ત બીમારીમાં ફાયદો જોવા મળે છે, વધારે પડતો ગળ્યો ખોરાક ઓટીઝમ ગ્રસ્ત બાળકને નુકસાનકારક છે. આ બાળકો પોતાની માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેમાં મેલ હોર્મોન વધારે માત્રામાં જોવા મળે છે જે હોમીઓપેથીક સારવાર થી સામાન્ય કરી શકાય છે.

કસરત અને સ્પીચ થેરાપી 
બાળકને જલ્દી બોલતું કરવામાં હોમિયોપેથીક સારવાર સાથે કસરત કરાવવામાં આવે તો બાળકમાં ઝડપથી સુધારો જોવા મળે છે, તેમજ યોગ્ય પરિસ્થિતિ અને સમયે ત્રણ મહિના સુધી સ્પીચ થેરાપી કરવામાં આવે તો બાળક બોલતું થઈ જાય છે. ઓટીઝમની બીમારીમાં સામાન્ય થયેલા ૯૦ ટકાથી વધુ બાળકોને હોમિયોપેથી, ગ્લુટેન ફ્રી આહાર નિયંત્રણ અને કસરત જેવી કે દોડવું સ્કેટિંગ સાયકલિંગ સ્વિમિંગ ઘોડે સવારી કરાવવાથી પરિણામ ઝડપથી મળે છે.
 
ઓટીઝમના લક્ષણો ધરાવતુ બાળક જે પાંચ વર્ષથી નીચેની ઉંમરનું હોય તો તે હોમિયોપેથીક સારવાર સાથે આહાર નિયંત્રણ ને કસરત કરાવવાથી સામાન્ય થઈ શકે છે, અને તેનાથી મોટી ઉંમરનું હોય તો તેમાં પણ ઉપરોક્ત સારવારથી ઘણા બધા સુધારા લાવી શકાય છે. ડો. કેતન પટેલ કહે છે કે વિશ્વભરમાં ડોક્ટરો પણ પોતાના બાળકોની ઓટિઝમની સારવાર માટે હોમિયોપેથી પર પસંદગી ઉતારે છે.