રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated: શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:07 IST)

શુ તમે કમરના દુખાવાથી પરેશાન છો.... તો અજમાવો આ ઉપાય

વય નાની હોય કે મોટી આજકાલ કમરના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. દરેક 10માંથી 6 લોકો પરેશાન છે. તેનાથી કામ કરવામાં મુશ્કેલી થવી. ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ થવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. 
 
કમરના દુખાવાનુ કારણ 
 
- ખોટી રીતે બેસવુ 
- હાઈ હીલ પહેરવી 
- નરમ ગાદી પર સૂવુ 
- વધુ વજન ઉઠાવવુ 
 
તેના અનેક કારણો હોઈ શકે છે. પણ તમારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને અને કેટલાક ઘરેલુ નુસ્ખાની મદદથી આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 
 
કમરના દુ: ખાવાથી બચવાના ઘરેલુ ઉપાય 
 
1. સરસવ કે નારિયળ તેલમાં લસણની 2-3 કળીઓ નાખીને ગરમ કરી લો અને ઠંડા થતા તેનાથી કમરની માલિશ કરો. 
 
2. ગરમ પાણીમાં મીઠુ નાખીને ટોવેલ પલાળીને નિચોડી લો. તેનાથી કમરને વરાળ આપો આરામ મળશે. 
 
3. કઢાઈમાં 2-3 ચમચી નાખીને તેને સેકી લો અને સૂતી કપડાની પોટલીમાં તેને નાખીને કમરને સેક કરવાથી પણ દુ:ખાવાથી  આરામ મળે છે. 
 
4. અજમાને તવા પર સેકીને અને ઠંડુ થતા સુધી ધીરે ધીરે ચાવો. તેનાથી કમરના દુખાવામાં લાભ થાય છે. 
 
5. આખો દિવસ એક જ પોઝીશનમાં ન બેસો. થોડી થોડી વાર પછી ઉઠીને થોડા ફરી લો. 
 
6. ખાવામાં કેલ્શિયમ આહાર જરૂર લો. 
 
આ બધા ઉપાયો કરવાથી કમરના દુખાવામાં થોડા જ દિવસોમાં મુક્તિ મેળવી શકો છો.