શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (13:30 IST)

વજન ઉતારવા ખાવ બાજરાના રોટલા, જાણો 5 ફાયદા

વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળી રહી છે. વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયેટિંગ કરવી શરૂ કરી દે છે. કે પછી રોટલી ખાવી બંધ કરી દે છે. અવુ બધુ કરવુ જરૂરી નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે બતાવીશુ જેને ખાઈને તમે તમારુ વજન ઘટાડી શકો છો. આ માટે તમે ઘઉંને બદલે બાજરીની રોટલી ખાવાની ટેવ નાખો કારણ કે આ રોટલી જલ્દી વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને સાથે જ અનેક બીમારીઓમાંથી મુક્તી પણ અપાવે છે. 
 
આવો જાણીએ બાજરીના રોટલાના ફાયદા 
 
1. વજન ઘટાડે - બાજરીનો રોટલો ખાધા પછી મોડા સુધી ભૂખ નથી લાગતી જેવી કે વજન કંટ્રોલમાં રહે છે. 
2. એનર્જી - ઘઉં કરતા બાજરાની રોટલી શરીરને વધુ ઉર્જા પ્રદાન કરે છે. તેને ખાવાથી વજન તો ઘટે જ છે સાથે જ ભરપૂર એનર્જી પણ પ્રાપ્ત થાય છે. 
3. પાચન રાખે ઠીક - બાજરામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર્સ જોવા મળે છે. જે પાચન શક્તિને ઠીક રાખે છે. 
4. ડાયાબિટીઝ અને કેંસર - બાજરાના રોટલીનુ નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેંસર જેવી બીમારીઓથી છુટકારો મળે છે. 
5. દિલ માટે લાભકારી - કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવા માટે બાજરાની રોટલી ખૂબ મદદગાર સાબિત થાય છે અને આ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.