બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 8 મે 2023 (12:23 IST)

Apple For Uric Acid - રોજ ખાશો ફક્ત 1 સફરજન તો હાડકામાં નહી વધે ગેપ, યૂરિક એસિડની સમસ્યા થશે દૂર

Apple
Apple For Uric Acid - શરીરમાં યૂરિક એસિડની સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે તમે પ્યુરિનથી ભરપૂર ફુડ્સનુ સેવન કરો ચ હો. આ પ્યુરિનથી ભરપૂર ફુડ્સ હકીકતમાં હાઈ પ્રોટીનવાળા ફુડ છે. જેને ખાધા પછી વેસ્ટ પ્રોડક્ટના રૂપમાં પ્યુરિન નીકળે છે. આવી સ્થિતિમાં સફરજન પ્યુરિન મેટાબોલિજ્મને ઝડપી બનાવે છે.  કેવી રીતે અને કેમ.. તો આવો જાણીએ યૂરિક એસિડમાં(one apple benefits in uric acid)  સફરજન ખાવાના ફાયદા 
 
યૂરિક એસિડમાં રોજ 1 સફરજન ખાવાના ફાયદા - Daily one apple benefits in uric acid  
 
1. યૂરિક એસિડને બેઅસર કરે છે 
 
સફરજન મૈલિક એસિડનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. જે યૂરિક એસિડને બેઅસર કરવામાં મદદ કરે છે. આ પ્રોટીનમાંથી નીકળનારા પ્યુરિનને પચાવવામાં મદદરૂપ અને તેના કણોને શરીરમાં ચોંટતા રોકે છે અને યૂરિન સાથે તેને બહાર કાઢવામાં મદદ કરે છે.  
 
2. ફાઈબરથી ભરપૂર છે સફરજન 
 
સફરજન ફાઈબરથી ભરપૂર છે (apple benefits) અને તેથી યૂરિક એસિડના દર્દીઓ માટે તે લાભકારી છે. આ શરીરમાં જમા યૂરિક એસિડને સ્ક્રબ કરીને તેને શરીરમાંથી બહાર કાઢે છે અને બૉવેલ મૂવમેંટની ગતિને ઝડપી બનાવે છે. અને પેટને સ્વચ્છ રાખે છે. તો રોજ એક સફરજન જરૂર ખાવ. 
 
3. એંટી ઈફેલેમેટરી ગુણ 
સફરજન એંટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે કારણ કે તેના એંટીઓક્સીડેંટ્સ સાંધાના દુખાવાને ઓછો કરવામાં અને ગાઉટની સમસ્યામાંથી રાહત આપવા માટે મદદરૂપ છે. આ ઉપરાંત તેના બાયોએક્ટિવ કંપાઉંડ્સ વધતા યૂરિક એસિડ પર કંટ્રોલ રાખવામાં પુરતા છે. 
 
તેથી મિત્રો તમારે આ તમામ કારણોને લીધે તમારા યૂરિક એડિસ ડાયેટમાં ભોજન પછી રોજ એક સફરજનનુ સેવન કરવુ જોઈએ.  જેથી સમસ્યા વધે નહી પણ કંટ્રોલમાં રહે.