ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (18:33 IST)

શુ તમે ફેંકી દો છો વાસી રોટલી તો આ સમાચાર તમારે માટે છે, ડાયાબિટીસ અને બીપીમાં આટલા છે ફાયદા

જો તમે પણ તમારા ઘરની વાસી રોટલી ફેંકી દો છો  તો પહેલા તેના ફાયદા જાણી લો. વાસી રોટલી ખાવાથી તમારી અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. મોટેભાગે ઘરમાં સવારનો નાસ્તો કે રાતના ખાવામાં વધુ રોટલી બની જાય છે અને આપણે બીજા દિવસે તેને ફેંકી દઈએ છીએ. પણ જો વાસી રોટલી ખાવામાં આવે તો આ ફક્ત પેટ જ નથી ભરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે. શોધમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે.  વાસી રોટલીમાં વધુ પૌષ્ટિક તત્વ હોય છે.  તેમા વધુ પ્રોટીન હોય છે. જે શરીરને ઉર્જાવાન રાખે છે.  
 
આવો જાણો વાસી રોટલી ખાવાના લાભ 
 
ડાયાબીટિક દર્દીઓ માટે લાભકારી -  વાસી રોટલી ખાવાથી શરીરના બ્લડ ગ્લુકોઝને નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટિસના દર્દીઓ માટે વાસી રોટલી લાભકારી હોય છે. તેનાથી તેમના બ્લડના ગ્લુકોઝનુ સ્તર નિયંત્રણમાં રહે છે.  ડાયાબિટિસ દર્દીઓ સવારે વાસી રોટલી ઠંડા દૂધ સાથે ખાવી જોઈએ.  શરીરના બ્લડ ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રહે છે. 
 
બ્લડ પ્રેશર કંટ્રોલ - વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તમે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાશો તો તમારુ બ્લડ પ્રેશરનુ લેવલ કંટ્રોલમાં રહેશે. જો તમને બ્લડ પ્રેશર વધવાની સમસ્યા છે તો સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવ. બીપી કંટ્રોલમાં રહેશે. 
 
પેટની સમસ્યા - વાસી રોટલી ખાવાથી પેટની સમસ્યા દૂર થાય છે. જો તમને એસીડીટે અને પેટની સમસ્યા છે તો વાસી રોટલી ખાવ. સવારે દૂધ સાથે વાસી રોટલી ખાશો તો એસીડીટી નહી થાય. વાસી રોટલીમાં ફાઈબર હોય છે.  જે ખોરાકને પચાવે છે. અને પાચન તંત્રની સમસ્યાઓને દૂર કરે છે. 
 
વર્કઆઉટ - જો તમે વર્ક આઉટ કરવા જઈ રહ્યા છો તો વાસી રોટલે તમારે માટે લાભકારી છે. તેનાથી તમારા મસલ્સ મજબૂત થાય છે અને તમને ઉર્જા મળે છે. આ ઉપરાંત શરીરનુ તાપમાન પણ નિયંત્રણમાં રહે છે.  તમે જીમ જતા પહેલા સવારે દૂધ સાથે વાસી રોટલી ખાઈ શકો છો.