મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સ્વાસ્થ્ય કેર : તમે જાણો છો કંઈ શાકભાજીના છાલ હોય છે ગુણકારી

કેટલાંક પ્રકારના શાક સ્વાસ્થ્ય માટે તો ગુણકારી હોય જ છે સાથે તેની છાલ પણ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તો હવે પછી શાકની છાલને ફેંકતા પહેલા બેવાર અચૂક વિચારી લેજો. સ્વાભાવિક છે કે બધા શાકભાજીની છાલ સ્વાસ્થ્ય માટે ગુણકારી નથી હોતી. માટે જ અહીં કયા શાકની છાલ ગુણકારી હોય છે તેની માહિતી આપવામાં આવી છે જે તમને મદદરૂપ બનશે.

જેમ કે,...

બટાકા- બટાકાની છાલ બહુ હેલ્ધી હોય છે કારણ કે તેમાં વિટામિન, દ્રવણશીલ ફાઇબર અને ખનીજના પૂરતા સ્રોત રહેલા છે. 1-2 બટાકાની છાલ ખાવાથી તમારા શરીરના પોષકતત્વોની દૈનિક જરૂરિયાત પૂરી થઇ શકે છે. સાથે તેમાં સારી એવી માત્રામાં ફાઇબર છે જે પેટ સાફ કરવાનું કામ કરશે. સંશોધનો દ્વારા જાણી શકાયું છે કે એક બટાકાની છાલમાં સંતરાની સરખામણીએ વધુ વિટામિન સી હોય છે. તો હવે પછી જ્યારે બટાકાનું શાક બનાવો ત્યારે તેની છાલ છોલીને ન બનાવતા તેને સારી રીતે ધોઇને બનાવી ખાજો.

કાકડી - કાકડીનો આપણે મોટેભાગે સેલેડમાં પ્રયોગ કરીએ છીએ. તેમાં પુષ્કળ માત્રામાં કેલરી હોય છે માટે જેઓ ડાયટિંગ કરે છે તેમને આનું સેવન કરવાની મનાઇ હોય છે. પણ શું તમે જાણો છો કે આની છાલ આપણા સ્વાસ્થ્ય માટે બહુ પૌષ્ટિક છે? તેમાં દ્રવણશીલ ફાઇબર હોય છે અને એ પણ માનવામાં આવે છે કે કાકડી પેટના કેન્સરનો પ્રાકૃતિક ઇલાજ છે.

કોળુ - મોટાભાગે કોળાના પરિવારના શાકભાજીની છાલમાં ઝિંકની માત્રા વધુ હોય છે. આ તત્વ સારી ત્વચા અને નખ માટે આવશ્યક ગણાય છે. આ સિવાય છાલમાં રહેલા બીટા કેરોટિન પણ હૃદય રોગ અને કેન્સરથી બચાવે છે. માટે એ જરૂરી છે કે જ્યારે પણ રસોઇમાં કોળાનો પ્રયોગ કરો ત્યારે તેને છાલ સાથે જ વાપરો.

સલગમ - આ એક અત્યંત રંગીન શાક છે જેમાં ન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ સારી એવી માત્રામાં હોય છે. તેની છાલમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. આ શાકને છાલ સાથે ખાવાથી કોઇ પરેશાની નહીં થાય કે ન તો તેના સ્વાદમાં કોઇ પરિવર્તન થશે. તમે આને કાચું અને રાંધીને એમ બંને રીતે ખાઇ શકો છો.

રીંગણ - જાંબલી રંગના આ શાકને એન્ટીઓક્સિડેન્ટનું પાવરહાઉસ ગણવામાં આવે છે. માટે તમારે આ શાક પસંદ કરતી વખતે અત્યંત ઘાટ્ટા રંગના રિંગણ પસંદ કરવા જોઇએ. આ શાક બનાવતી વખતે તેને છાલ સહિત કાપશો તો શાક ટેસ્ટી બનશે અને પૌષ્ટિક પણ.