સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 17 એપ્રિલ 2017 (15:03 IST)

Health Care - ગરમીમાં શુ ખાશો શુ નહી ?

ગરમી શરૂ થતા જ ઘણી પરેશાનીઓ ઘેરી લે છે. તેથી ખાન-પાનનો પૂરતો ધ્યાન રાખવું પડે છે. પણ ગર્મીના કારણે કઈક ખાવાનું મન નહી કરે છે. ખાવાની કેટલીક વસ્તુઓ અમારા શરીરમાં ગર્મીને વધારી નાખે છે. જેનાથી ગર્મી અસહનીય થઈ જાય છે. આ સ્થિતિમાં એવી વસ્તુઓનો સેવન કરવું જોઈએ જે શરીરની ગર્મીને બહાર કાઢીને તેને ઠંડક પહોંચાડે. તે સિવાય આરોગ્ય પણ સારું બન્યું રહે. આજ અમે તમને આ વિશે જણાવીશ કે ગર્મીમાં શું ખાવું જોઈએ અને શું નથી. 
ગરમીઓ માટે બેસ્ટ આહાર 
 
1. છાશ
ગર્મીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે છાશ પીવું જોઈએ. તેમાં ક્ટિક એસિડ છે, જે સ્વાસ્થયવર્ધક હોય છે. તેનાથી શરીરમાં ચુસ્તી બની રહે છે. જો છાશને ભોજન પછી લેવાય તો ભોજન સારી રીતે પચી જાય છે. 
 
2. નારિયેળ પાણી 
નારિયેળ પાણી ગર્મીઓ માટે સૌથી સરસ છે. કારણકે તેમાં કેલશિયમ, ક્લોરાઈડ અને પોટેશિયમ હોય છે, જે સારા સ્વાસ્થય માટે જરૂરી છે. 
 
3. ખીરા
ગર્મીઓમાં ખીરા બહુ બેસ્ટ છે. તેમાં પાણીની માત્રા બહુ વધારે હોય છે. આ ઑયલી ત્વચાને ઠીક કરે છે અને ગૈસ, એસીડીટી, છાતીમાં બળતરાની સમસ્યાઓને ખત્મ કરે છે. 
 
5. કટહલ
કટહલ ઉનાડામાં બહુ જોવા મળે છે. ગરમીમાં કટહલનો સેવન ખૂબ ફાયદાકારી સિદ્ધ હોય છે. તેનાથી વધેલું બ્લ્ડપ્રેશર કંટ્રોલ થઈ જાય છે. 
 
6. કીવી
કીવીમાં વિટામિન બી1, બી2, બી3 સી અને કે હોય છે.  ગર્મીમાં કીવી ખાવાથી હૃદય, દાંત, કિડની અને બ્રેનથી સંકળાયેલી બધી પ્રાબ્લેમસ દૂર રહે છે. 
 
7. તરબૂચ
તરબૂચમાં સોડિયમ, પોટેશિયમ અને વિટામિન બી હોય છે. ગર્મીમાં તેનો સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને શરીરમાં પાણીની કમી પૂરી રહે છે. 
 
8. લીંબૂ પાણી કે બીજા ડ્રિક્સ 
ગર્મીમાં ભોજનથી વધારે તરળ પદાર્થનો સેવન કરવાનો મન કરે છે. તેથી લીંબૂ પાણી કોઈ શેક કે શરબત બનાવીને પીવું. તેનાથી શરીરની ગર્મી દૂર થશે. 

 
ગરમીમાં આ વસ્તુઓથી કરવું પરહેજ 
 
1. રેડમીટ 
વધારેપણું લોકો ગરમીમાં રેડમીટનો સેવન કરે છે. જો તમે પણ ખાવ છો તો આજથી જ બંદ કરી નાખવું કારણકે તેનાથી શરીરમાં ગરમી વધે છે. 
 
2. ઑયલી અને જંક ફૂડ 
ગરમીમાં ઑયલી વસ્તુઓ, બર્ગર, પિજ્જા, ફ્રેંચ ફ્રાઈસ અને જંક ફૂડ ખાતા રહેવાથી પેટ ખરાબ થઈ જાય છે અને ફૂડ પ્વાઈજનિંગ હોવાની શકયતા થઈ જાય છે. 
 
3. ડ્રાઈ ફ્રૂટ્સ 
આમ તો ડ્રાઈ ફ્રૂટસ સ્વાસ્થય માટે ખૂબ સારા હોય છે. પણ ગર્મીમાં જરૂરતથી વધારે તેનો સેવન નહી કરવું જોઈએ કારણકે આ ગરમ હોય છે. 
 
4. મસાલા 
આમ તો મસાલેદાર વસ્તુઓ વગર ખાવું હજમ જ નહી થાય પણ મરચા, આદું, કાળી મરી, જીરા અને દાલચીની વગેરે શરીરમાં ગર્માહટ પૈદા કરે છે. 
 
5. ચા કે કૉફી 
ચા અને કૉફી ગરમીમાં પીવાથી શરીરમાં ગર્મી પૈદા હોય છે. જો તમે ગર્મીઓમાં હેલ્દી રહેવા ઈચ્છો છો તો તેનાથી દૂરી બનાવી લો.