Cristiano Georgina Engaged - રોનાલ્ડોએ ગર્લફ્રેંડ જ્યોર્જીના સાથે કરી સગાઈ, પહેરાવી ડાયમંડ રિંગ, કિમંત જાણીને ઉડી જશે હોશ
Cristiano Ronaldo Engaged
Ronaldo-Georgina: પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે સગાઈ કરી લીધી છે. જ્યોર્જીના (Who is Georgina Rodriguez) એ સોશિયલ મીડિયા પર રિંગનો એક ફોટો શેર કર્યો છે. જેની સાથે રોનાલ્ડોએ તેને પ્રપોઝ કર્યું હતું. આર્જેન્ટિના-સ્પેનિશ મોડેલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રપોઝલનો સ્વીકાર કર્યો છે અને યસ કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે સગાઈની રિંગનો ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સે એ તેની કિંમતનો અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું હતું. રિંગ 5 સેન્ટિમીટરથી વધુ લાંબી દેખાતી હતી, જેમાં વચ્ચે એક અંડાકાર હીરા અને બે નાના રત્નો જડેલા હતા. ત્યારથી જ જ્વેલરી નિષ્ણાતોએ વીંટીની કિંમતનો અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું છે.
સગાઈની વીંટીની કિમંત જાણીને હેરાન થઈ જશો (Cost Of Diamond Ring)
જો કે વીંટીની ઓફિશિયલ કિમંત વિશે કશુ કહી શકાતુ નથી. પણ અંદાજીત રૂપે હીરાની આ અંગુઠીની કિમંત 20 લાખ ડોલર થી 50 લાખ ડોલર સુધીની હોવાની આશા છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 16.5 કરોડ થી 41 કરોડની હોઈ શકે છે.
બ્રાયોની રેમન્ડના મતે, આ હીરા 25-30 કેરેટની વચ્ચે હોઈ શકે છે, જ્યારે અન્ય નિષ્ણાતો સૂચવે છે કે તે ઓછામાં ઓછો 15 કેરેટનો હોઈ શકે છે. જ્વેલરી ફ્રેન્ક ડાર્લિંગના સ્થાપક કીગન ફિશરના મતે, બંને બાજુના હીરા લગભગ 1 કેરેટના દેખાય છે. લોરિયલ ડાયમંડ્સના લૌરા ટેલરે કહ્યું કે આ વીંટીની કિંમત ઓછામાં ઓછી 2 મિલિયન યુએસ ડોલર છે, જ્યારે રેર કેરેટના સીઈઓ અજય આનંદે વીંટીની કિંમત 5 મિલિયન યુએસ ડોલર સુધી રાખી છે.
કોણ છે જ્યોર્જીના રોડ્રિગ્ઝ (Who is Georgina Rodriguez)
જ્યોર્જીના રોડ્રિગ્ઝ, એક મોડેલ છે, રોડ્રિગ્ઝે પ્રતિષ્ઠિત ફેશન હાઉસ સાથે કામ કર્યું છે, અને ગુચી, પ્રાડા અને ચાન સહિત લક્ઝરી બ્રાન્ડ્સ માટે ઝુંબેશમાં દેખાયા છે. તેમનો વ્યાવસાયિક ક્ષેત્ર મોડેલિંગથી આગળ ટેલિવિઝન મનોરંજન સુધી વિસ્તરેલો છે. રોડ્રિગ્ઝ તેમની પોતાની નેટફ્લિક્સ રિયાલિટી શ્રેણી 'આઈ એમ જ્યોર્જીના' ના સ્ટાર પણ છે, જે દર્શકોને તેમના અંગત અને પારિવારિક જીવનની પર્સનલ જીવનની ઝલક આપે છે. આ ખાસ શોમાં તેમના રોજિંદા અનુભવો અને ફૂટબોલના સૌથી પ્રખ્યાત ખેલાડીઓમાંના એક સાથેના તેમના સંબંધોની ઝલક દર્શાવવામાં આવી છે.
રોનાલ્ડો અને જ્યોર્જિયા પાંચ બાળકોના માતા-પિતા છે
રોનાલ્ડો અને જ્યોર્જિયા પહેલી વાર 2016 માં ગુચી સ્ટોરમાં મળ્યા હતા. જ્યોર્જિયા ત્યાં કામ કરતી હતી, પહેલી મુલાકાત પછી તેમની મિત્રતા વધતી ગઈ અને પછી બંનેએ સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું. રોનાલ્ડો અને રોડ્રિગ્ઝ પાંચ બાળકોના માતા-પિતા છે