સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (17:35 IST)

ડાયાબીટીસ છે તો જરૂર ફોલો કરો આ 9 બ્રેકફાસ્ટ ટિપ્સ

જો તમને ડાયાબીટીસ છે તો તમને આ વાતની જાણ હોવી જોઈએ કે સવારનો નાસ્તો કરવો તમારે માટે કેટલો જરૂરી છે. જો તમે નાસ્તો નહી  કરો તો ખાલી પેટને કારણે લોહીમાં ઈંસુલિનનુ લેવલ વધી જશે અને પછી તમને ખૂબ તકલીફ થશે. બ્રેકફાસ્ટ હંમેશા ઘરેથી જ કરીને નીકળો અને બહાર ખાવાની ટેવને બિલકુલ છોડી દો. આજે અમે તમને કેટલાક બ્રેકફાસ્ટ ટિપ્સ બતાવીશુ જે દરેક ડાયાબીટીસના રોગીએ આપનાવવો જોઈએ. 
88
1. બ્રેકફાસ્ટ કરવો ક્યારેય ન ભૂલશો નહી તો આપણો બ્લડ શુગર લેવલ વધશે અને ડાયાબીટીશના લક્ષણ વધુ ગંભીર થશે. 
2. ડાયાબીટીશના રોગીઓએ હંમેશા ઘરનો જ નાસ્તો ખાવો જોઈએ જેનાથી તે ઓછી ખાંડ અને વસાવાળો નાસ્તો બનાવીને ખાઈ શકે. 
3. નાસ્તામાં જો આખા અનાજવાળી બ્રેડ અને સીરિયલ હોય તો સારુ છે.  આ સાથે જ ફળ પણ હોવા જરૂરી છે.  
4. આ સાથે ખ્યાલ રાખો કે નાસ્તામાં તાજા ફળ અને શાકભાજી હોય જેનાથી શરીરને એંટીઓક્સીડેંટ પ્રાપ્ત થાય ડાયાબીટિસના લક્ષણોમાં કમી આવે. 
5. તમે તમારા બ્રેકફાસ્ટમાં અળસીના બીજ કે તેના પાવડરનો પણ પ્રયોગ કરી શકો છો. તેનાથી ફક્ત 1 જ ચમચી લો તેમા ઢગલો ફાઈબર ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે. 
6.  તમને રોજ તમારા બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવુ જોઈએ કારણ કે આ ડાયાબીટીસના રોગીઓ માટે સૌથી સારો નાસ્તો માનવામા આવે છે. 
7. આ બધી વસ્તુઓ સાથે ડાયાબીટીશના રોગીઓને વસા વગરનુ દૂધ પણ પીવુ જોઈએ. જેનાથી તેના શરીરને કેલ્શિયમ પ્રાપ્ત થાય.  
8. જો તમે નાસ્તામાં દહી ખાવ છો તો હંમેશા વસા રહિત દહી જ પસંદ કરો. ક્યારેય પણ ફ્લેવરવાળુ દહી ન ખાશો કારણ કે તેમા વસા વગરનુ જ દહી પસંદ કરો. 
9. તમારી ચા કે કૉફીમાં હંમેશા તજ પાવડર મિક્સ કરો કારણ કે તેમા ડાયાબીટીશ પ્રાકૃતિક રૂપે ઠીક થઈ જાય છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati