બુધવાર, 6 ડિસેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (14:40 IST)

શું શિકંજી પીવાથી યુરિક એસિડ ઘટી શકે ? હાડકાંની વચ્ચે જમા થતું પ્યુરિન અટકાવવા માંગતા હોય તો તરત જ આ જાણી લો આ ઉપાય

shikanji
shikanji

હાઈ યુરિક એસિડમાં શિકંજી - હાઈ યૂરિક એસિડની સમસ્યા આજકાલ લોકો માટે સામાન્ય થતી જઈ રહી છે. સ્થિતિ એવી છે કે ઘણા લોકો ગાઉટ અને યૂરિક એસિડની સમસ્યાની ફરિયાદ કરતા જોવા મળશે. પણ આ સમસ્યા ગંભીર છે અને સમય સાથે આ તમારા હાડકાના રંગરૂપને બદલી શકે છે. ઉલ્લેખનીય છે કે આ બીમારીમાં શરીર પ્રોટીન પચાવી શકતુ નથી અને પ્રોટીનમાંથી નીકળનારુ વેસ્ટ પ્રોડક્ટ હાડકાઓની વચ્ચે પ્યુરિનની પથરીઓના રૂપમાં એકત્ર થવા માંડે છે.  જેના કારણે હાડકાઓમા ગેપ આવવા માંડે છે અને સોજો પણ રહે છે. જે દુખાવાનુ કારણ બને છે.  આવી સ્થિતિમાં દેશી ડ્રિંક શિકંજી (benefits of drinking shikanji) કેવી રીતે કરી શકે છે તમારી મદદ, આવો જાણીએ.  
 
શિકંજી પીવાથી યૂરિક એસિડ ઓછુ થઈ શકે છે - How shikanji is beneficial for purine metabolism
 
શિકંજી પીવાથી યૂરિક એસિડ (shikanji benefits for high uric acid) ઓછુ થઈ શકે છે અને પ્યુરિન મેટાબોલિજ્મમાં ઝડપ આવી શકે છે.  આ કેવી રીતે તો એ માટે તમારે તેની રેસીપી પર એક નજર નાખવી પડશે કે તેમા શુ શુ મિક્સ કરવામાં આવે છે.  જેવુ કે શિકંજીમાં લીંબુનો રસ, સંચળ, કાળા મરીનો પાવડર, સેકેલા જીરાનો પાવડર અને સોડા મિક્સ કરવામાં આવે છે. સોડા ઘણીવાર મિક્સ નથી પણ કરાતો.  આવામાં લીંબૂ જે વિટામિન સી અને સાઈટ્રિક એસિડથી ભરપૂર છે એ પ્યુરિનની પથરીઓ ઓગળવામાં મદદ કરી શકે છે. 
 
આ ઉપરાંત સંચળ જે ડિટોક્સીફાઈંહગ એજંટની જેમ કામ કરે છે તે પાણીની મદદથી યૂરિક એસિડને ફ્લશ આઉટ કરવામાં મદદરૂપ છે.  સાથે જ કાળા મરી એંટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે અને દુખાવો ઓછો કરવામાં મદદરૂપ છે. આ બધા ઉપરાંત સેકેલુ જીરુ અને સોડા પેટનુ મેટાબોલિક રેટ વધારે છે જેનાથી પ્યુરિન મેટાબોલિજ્મ (purine metabolism) મા ઝડપ આવે છે. 
 
તો આ રીતે જે લોકો હાઈ યૂરિક એસિડના દર્દી છે તે શિકંજી પણ લઈ શકે છે. આ તેમને માટે દરેક રીતે લાભકારી છે.  એટલું જ નહીં, તે પેટને સાફ કરવામાં અને શરીરની અન્ય પ્રવૃત્તિઓને ઝડપી બનાવવામાં મદદરૂપ છે. તે વજન ઘટાડવા, ડાયાબિટીસ અને લીવર ડિટોક્સમાં પણ અસરકારક છે. આ સિવાય તેને પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટની ઉણપ દૂર થાય છે અને ગેસ અને એસિડિટીથી પણ રક્ષણ મળે છે.