1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (12:21 IST)

વિશ્વ હૃદય રોગ - 4 વર્ષમાં ગુજરાતમાં બાળ હ્રદય રોગીઓની સંખ્યા 2031 જેટલી વધી

સમગ્ર વિશ્વમાં આજે હૃદય રોગ અંગેની જાગૃતિ ફેલાઈ છે. એટલે 29મી સપ્ટેમ્બરના દિવસને વિશ્વ હૃદય રોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં હ્રદય રોગીઓની સંખ્યામાં બાળકોનો નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 4 વર્ષમાં હૃદયરોગનાં બાળદર્દીઓની સંખ્યામાં 2031નો વધારો થયો છે. 2007-08માં ગુજરાત રાજ્યમાં હ્રદય રોગના બાળદર્દી 3,584 હતા  હતા.તે 2015-16માં વધીને 6,275 થઈ ગયા છે. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં તબીબો બાળકોનું સ્વાસ્થ્ય ચકાસે છે. વર્ષ 2011-12માં હૃદયને લગતા રોગથી પીડાતા બાળકોની સંખ્યા 4244 હતી. વર્ષ 2012-13માં તે 400 જેટલી વધીને 4640 થઇ હતી. આવતી કાલે29 સપ્ટેમ્બરે હ્દય દિવસની ઉજવણી થવાની છે ત્યારે બાળકોને હાર્ટના રોગથી દુર રાખવા નાનપણથી જ જંક ફૂડના અતિરેકથી બચાવીયે, નિયમીત કસરત કરવા પર ભાર મુકવો, નિયમિત ચાલવાનું અને દોડવાનું શિખવવું વિ. આદતો પાડીશુ઼ તો જ આ યુગમાં તેઓ આ વકરતા જતા રોગથી બચી શકશે.