શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (17:39 IST)

આ બીમારીઓ માટે રામબાણ છે લવિંગનું તેલ... જાણો તેના ફાયદા

લવિંગનુ તેલ ખૂબ જ લાભકારક હોય છે. લવિંગનુ તેલ આયુર્વેદિક ઔષધિના રૂપમાં વપરાય છે. લવિંગનો ઉપયોગ ભારતીય ખોરાકમાં અનેક રીતે કરવામાં આવે છે. 
 
લવિંગમાં એંટી બૈક્ટેરિયલ અને એંટીફંગલ જેવા ગુણ જોવા મળે છે. જે રીતે લવિંગ લાભકારી હોય છે એ જ રીતે લવિંગના તેલમાં પણ અનેક ગુણ જોવા મળે છે. લવિંગનુ તેલ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. 
 
તેમા કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને સી ભરપૂર પ્રમાણમાં હોય છે જાણો લવિંગના તેલના શુ શુ ફાયદા હોય છે 
 
ડાયાબિટીસ - ખાવામાં લવિંગના તેલનો ઉપયોગ કરવો ડાયાબીટીસના દર્દીઓ માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી લોહી સાફ રહે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. 
 
શ્વાસની બીમારી - ખાંસી, શરદી, અસ્થમા અને ફેફસામાં સોજો જેવી તમામ સમસ્યાને દૂર કરવા માટે લવિંગનુ તેલ ખૂબ કારગર સાબિત થાય છે. 
 
કાનનો દુખાવો - લવિંગ અને તલના તેલને મિક્સ કરીને તેના કેટલાક ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે. 
 
માથાનો દુખાવો - માથાનો દુખાવો થતા લવિંગના તેલમાં મીઠુ નાખીને લગાવવાથી માથાનો દુખાવો ઠીક થઈ જાય છે.  આ ઉપરાંત લવિંગ અને નારિયળના તેલને મિક્સ કરીને માથાની માલિશ કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. 
 
કેંસર - લવિંગના તેલમાં ભરપૂર પ્રમાણમાં એંટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે. તેનાથી શરીરને કેંસર સેલ્સ સામે લડવામાં ખૂબ મદદ મળે છે. 
 
સંક્રમણ - લવિંગના તેલમાં એંટીસેપ્ટિક ગુણ હોય છે. જેનાથી ઈંફેક્શનનો ખતરો ખૂબ ઓછો હોય છે. વાગવુ, ખંજવળ, કોઈના કરડવાથી કે ડંખ મારવાથી લવિંગના તેલને લગાવવાથી તરત જ આરામ મળે છે.