બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:40 IST)

Health Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ

આજકાલ બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પણ આ બીમારીઓને દૂર કરવા માટે દવાઓનુ સેવન યોગ્ય નથી. તેને બદલે રોજ બે ચમચી ખસખસનુ સેવન કરો. તેનાથી તમારી અનેક બીમારીઓ પણ દૂર થશે અને તમને કોઈ નુકશાન પણ નહી થાય. આવો જાણીએ રોજ 2 ચમચી ખસખસ ખાવાનો શુ ફાયદો થાય છે. 
 
1. કબજિયાત - ફાઈબરની માત્રાથી ભરપૂર ખસખસને રોજ ખાવાથી તમારી પાચન સંબંધી બધી સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત તેનાથી ડાયજેશન સિસ્ટમ પણ ઈમ્પ્રૂવ થાય છે.  
 
2. બ્લડ પ્રેશર - બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ આયુર્વેદિક ઔષધિની જેમ કામ કરે છે. રોજ તેનુ સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે બીપીની સમસ્યાને પણ દૂર કરે છે. 
 
3. અનિદ્રા - રાત્રે સૂતા પહેલા દૂધ સાથે તેનુ સેવન કરવાથી ઊંધ ન આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
4. કિડની સ્ટોન - ખસખસને વર્તમાન ઑક્સલેટ્સ શરીરમાંથી વધારાના કેલ્શિયમને અવશોષિત કરીને કિડનીમાં પથરી બનતા રોકે છે. 
 
5. હાર્ટ પ્રોબ્લેમ - કોલેસ્ટ્રોલ ફ્રી ખસખસ તમને હાર્ટ પ્રોબ્લેમ અને એનીમિયાથી બચાવવાની સાથે સાથે લોહીની ઉણપને પણ દૂર કરે છે.